વડધ્રા ગામે નદી ઉપર પુલ મંજૂર થતાં ધારાસભ્ય હસ્તે ખાતમુહૂર્ત રૂપિયા ૧૪૮.૭૧ લાખ નાં ખર્ચે મંજૂર - At This Time

વડધ્રા ગામે નદી ઉપર પુલ મંજૂર થતાં ધારાસભ્ય હસ્તે ખાતમુહૂર્ત રૂપિયા ૧૪૮.૭૧ લાખ નાં ખર્ચે મંજૂર


*મુળી તાલુકાનાં વડધ્રા ગામે નદી ઉપર પુલ મંજૂર થતાં ધારાસભ્ય હસ્તે ખાતમુહૂર્ત*

*વર્ષો થી પરેશાન થતાં ગામજનો માં આનંદ ની લાગણી*

મુળી તાલુકાનાં વડધ્રા અને લીયા નાં રસ્તા પર નદી માં ચોમાસામાં વરસાદ પડવાથી ભયંકર પુર ની પરીસ્થીતી ઊભી થાય છે અને આવન જાવન માટે આશરે ત્રણ ગામના લોકો ને મુશ્કેલી વેઠવી પડતી હતી ત્યારે વડધ્રા ગામજનો ની સતત પ્રયત્નશીલ બની રજુઆત કરવામાં આવેલ ત્યારે ચોટીલા ધારાસભ્ય શ્રી ઋત્વિક મકવાણા એ આ બાબતે ઉચ્ચ કક્ષાએ સરકાર માં રજુઆત કરી પુલ રૂપિયા ૧૪૮.૭૧ લાખનાં ખર્ચે મંજૂર થવા પામેલ છે ત્યારે સમગ્ર વડધ્રા ગામજનો એ પુલ નું ખાત મુહુર્ત ધારાસભ્ય શ્રી ઋત્વિક મકવાણા હસ્તે જ થવું જોઈએ તેવી રજૂઆત કરતાં આજે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય શ્રી નું સ્વાગત કરવામાં આવ્યું હતું શુભ ચોઘડિયા એ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પુજન અર્ચન સાથે ખાત મુહુર્ત યોજાયું હતું આવી રીતે જ મુળી તાલુકાનાં ગામોમાં ઉમરડા ગોદાવરી જેવા ગામોમાં નદીઓ પસાર થતી હોય તેવાં તમામ ગામોમાં પુલ બની ચુક્યા છે છેલ્લા પાંચ વર્ષમાં ધારાસભ્ય શ્રી એ પુલ અને રસ્તાઓ માટે અથાગ પ્રયત્નો કર્યા છે અને લોક ઉપયોગી કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે આ તકે ધારાસભ્ય શ્રી ઋત્વિક મકવાણા સાથે પદુભા પરમાર , જયસુખભાઈ દુધરેજીયા, આગેવાનો ઠાકરશીભાઈ નરેન્દ્ર સિંહ પરમાર સહિત કોંગ્રેસના આગેવાનો એ હાજરી આપી હતી
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon