ઇમરાન હાશ્મીએ સલમાન અંગે કરી વાત:કહ્યું, ‘સેટ પર તેમનું પોતાનું શેડ્યૂલ છે, અમે મિત્રો નથી પરંતુ અમે એકબીજાનું ખૂબ સન્માન કરીએ છીએ’
બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મીએ શાહરુખ ખાન અને સલમાન ખાન વિશે વાત કરી છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે સલમાનની લેટલતીફી પર કહ્યું કે તેમનું પોતાનું શેડ્યુલ છે. ઈમરાને શાહરુખ ખાનના વખાણ કરતા કહ્યું કે જ્યારે પણ તેઓ મળે છે ત્યારે તે હંમેશા તેમને પ્રોત્સાહિત કરે છે. એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં જ્યારે ઈમરાનને પૂછવામાં આવ્યું કે શું સલમાન સેટ પર મોડો આવે છે તો તેમણે કહ્યું, 'હું કહીશ કે તેમનું પોતાનું શેડ્યૂલ છે. તેમની પાસે પોતાનો સમય અને શેડ્યૂલ છે, તે પ્રમાાણે આવે છે પરંતુ તે એવા લોકોમાંથી એક છે જેમની સાથે કામ કરવાની મજા આવે છે. તેઓ મને ખૂબ પસંદ કરે છે અને હું તેમને ખૂબ પસંદ કરું છું.' ઈમરાને વધુમાં કહ્યું કે, 'હું અને સલમાન મિત્રો નથી પરંતુ અમે એકબીજાનું ખૂબ સન્માન કરીએ છીએ. જ્યારે અમે સેટ પર સાથે શૂટ કરતા, ઉઠતા અને સાથે બેસીએ ત્યારે એવું લાગતું કે જાણે હું કોઈ મિત્ર સાથે વાત કરી રહ્યો છું. તેઓ મારા કરતાં ઘણા સિનિયર છે. કેટલાક એવા લોકો છે જેમની સાથે તમને બધું જ સરળ લાગે છે, મારા માટે સલમાન એવા લોકો પૈકી એક છે. ઈમરાને સલમાન સાથે ફિલ્મ 'ટાઈગર 3' માં કામ કર્યું હતું. શાહરુખે મનોબળ વધારે ઈમરાને શાહરરુખ સાથે હજુ સુધી કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી પરંતુ તે તેમને મળ્યો છે. ઈમરાને કહ્યું, 'હું પહેલીવાર શાહરુખને 'મર્ડર' ફિલ્મના સેટ પર મળ્યો હતો. ત્યારબાદ તે મહેશ ભટ્ટને મળવા આવ્યો હતો. હું તેમને મળ્યો ન હતો પરંતુ તેમણે મને દૂરથી જોયો અને અંગૂઠાની નિશાની કરી અને કહ્યું - તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો. મને ખબર નથી કે તેમણે મારી ફિલ્મ 'ફૂટપાથ' જોઈ હતી કે નહીં, પરંતુ તેના શબ્દોએ મારું મનોબળ ઘણું વધાર્યું. હું તેમનો ફેન છું અને અમારી પહેલી મુલાકાત આવી હતી. ઈમરાને વધુમાં કહ્યું, 'આ પછી મેં તેમના રેડ ચિલીઝ પ્રોડક્શનમાં બનેલી વેબ સિરીઝ 'બાર્ડ ઑફ બ્લડ'માં કામ કર્યું. પછી શાહરુખ સર મને તેમના ઘરે મન્નત બોલાવી અને અમે સિરીઝના કેટલાક એપિસોડ સાથે જોયા. સિરીઝના નિર્માતા હોવાને કારણે તેમણે મને ઘણા મુદ્દાઓ જણાવ્યા જે મારા માટે ખૂબ મદદરૂપ હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.