પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ગૃહરાજ્ય ગુજરાતમાં ઉષ્માભર્યું સ્વાગત
*પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ગૃહરાજ્ય ગુજરાતમાં ઉષ્માભર્યું સ્વાગત :*
------------------
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ એરપોર્ટ અને રાજભવનમાં ભાવભર્યું સ્વાગત કર્યું*
-----------------
ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પદાધિકારીઓ તથા અધિકારીઓએ અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
ત્રણ દિવસના તેમના રોકાણ દરમિયાન તેઓ ચોથા વૈશ્વિક નવીકરણીય સંમેલન અને એક્સ્પો : રિ-ઈન્વેસ્ટ નો શુભારંભ કરાવશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. ગાંધીનગરના સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી મેટ્રો રેલમાં સવારી કરીને અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેસ-2 નું ઉદ્ઘાટન કરશે. અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમારોહમાં રુ. 8,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. છ વંદે ભારત ટ્રેનોનો પણ શુભારંભ કરાવશે.
સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા પછી આજે તેઓ પહેલીવાર ગુજરાત પધાર્યા છે.
પ્રધાનમંત્રી શ્રી એરપોર્ટથી રાજભવન પધાર્યા. રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.