સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગરના હસનનગરમાં પોલીસને જેમતેમ બોલી આત્મહત્યાની ધમકી આપી..... - At This Time

સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગરના હસનનગરમાં પોલીસને જેમતેમ બોલી આત્મહત્યાની ધમકી આપી…..


સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગરના હસનનગરમાં પોલીસને જેમતેમ બોલી આત્મહત્યાની ધમકી આપી........
------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-: એક્ટિવા સળગવા મામલે બંદોબસ્ત ગોઠવાયો હતો,માતા-પુત્રી સામે ગુનો.હિંમતનગરના હસનનગરમાં શુક્રવારે બપોરે ડ્યુટી પર હાજર મહિલા પોલીસકર્મી આગળ જઈ પોલીસને જેમતેમ બોલી વીડિયો રેકોર્ડીંગ કરી અન્ય લોકોની ઉશ્કેરણી કરી ઘેર ગયા બાદ પૂછપરછ કરવા આવેલ પીએસઆઇ આગળ આત્મહત્યા કરવાની ધમકી આપતાં માતા અને પુત્રી સામે ફરિયાદ નોંધાઇ હતી..

હસનનગરમાં એક દિવસ અગાઉ એક્ટિવા સળગી જવા મામલે અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ગોઠવાયેલ બંદોબસ્તમાં ફરજ પર હાજર બિન્દુબેન રમેશભાઈ પલ્લાચરીયાએ શુક્રવારે આઈ બ્લોક બાજુથી મારી એક્ટિવાને સળગાવી દીધી છે હજુ સુધી પોલીસ કંઈ કરતી નથી મારી એક્ટિવા જેણે સળગાવી છે,તેને જાનથી મારી નાખીશ આ પોલીસવાળા કંઈ કરતા નથી એમ કહી અપશબ્દો બોલી આવી રહેલ રેહાનાબેન રજાકમહંમદ સૈયદને કહ્યું કે તમે પોલીસને કેમ આવી રીતે બોલો છો,આ વખતે ફરહાનાબેન રજાક મહંમદ સૈયદે મોબાઈલ કાઢી વિડીયો રેકોર્ડિંગ કરવાનું શરૂ કર્યું હતું.આજુબાજુમાં રહેતા લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી મન ફાવે તેમ બોલી પોતાના ઘર તરફ જતા રહ્યા હતા..

જેથી બિંદુબેને ફરજ પર હાજર પીએસઆઇ વી.આર.ચૌહાણને વાત કરતા પીએસઆઇએ રેહાનાબેનના ઘેર જઈ પોલીસે તમારી ફરિયાદ લીધી છે,તપાસ ચાલુ છે તેમ કહેતા રેહાનાબેન અને તેમની દીકરી ફરહાનાબેન મન ફાવે તેમ બોલવા માંડ્યા હતા.એક્ટિવા સળગાવનારને શોધવામાં નહીં આવે તો આત્મહત્યા કરી લેવાની ધમકી આપતા માતા-પુત્રી સામે ફરિયાદ નોંધાવી હતી.

રિપોર્ટર-:
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.