મહિલા કર્મયોગીઓ સમગ્ર જાણકારી મેળવો અને સમસ્યાનો નિડરતાથી સામનો કરો: જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા
બોટાદમાં મહિલા કર્મયોગીઓ માટે કામકાજના સ્થળ પર થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાકીય સેમિનાર યોજાયો
સેમિનારમાં મહિલા કર્મયોગીઓને જાણકારી આપતી ડોક્યુમેન્ટ્રી “પ્રતિકાર” પ્રદર્શિત કરવામાં આવી
તા.૫ :- સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ખુબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકારશ્રી દ્વારા નારી વંદન ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત બોટાદમાં સક્ષમ નારી, સશક્ત ગુજરાતના શુભ આશય સાથે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહિલા કર્મયોગીઓ માટે કામકાજના સ્થળ પર થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાકીય સેમિનાર યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા અને ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી મુકેશભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, સરકારશ્રીની તમામ યોજનાઓ વિશે મહિલાઓ પાસે જાણકારી હોવી ખુબ જ જરૂરી છે. મહિલાઓ, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ માટે સરકારશ્રીની અનેક યોજનાઓ અમલી છે જેનાથી મહિલાઓ તંદુરસ્ત બની શકે સાથોસાથ તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકે છે. મહિલાઓ સાથે કામકાજના સ્થળ પર જાતીય સતામણીના બનાવો બને તો કેવા પગલા લઈ શકાય તે માટે તેઓ માહિતગાર હોવા ખુબ જરૂરી છે. મહિલાઓને કોઈ સમસ્યાઓ નડતી હોય તો તેનો સામનો કરવા માટે તમામ જાણકારી હોવી જોઈએ અને તેનો નિડરતાથી સામનો કરવો જોઈએ.
કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી હેતલબેન દવેએ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત સંબોધન કર્યુ હતું. સ્થાનિક સમિતિના ચેરમેન સંગીતાબેને કાર્યક્રમમાં હાજર મહિલા કર્મયોગી બહેનોને માર્ગદર્શન આપ્યું હતું તેમજ એડવોકેટશ્રી હિરેનભાઈએ મહિલા કર્મયોગીને કાયદાકીય માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
કાર્યક્રમમાં મહિલાઓ કર્મયોગીઓને કામકાજના સ્થળ પર થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ વિશે જાણકારી આપતા ડોક્યુમેન્ટ્રી “પ્રતિકાર” પ્રદર્શિત કરવામાં આવી હતી. ઓડિટોરીયમ હોલ, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, બોટાદ ખાતે આ મહિલાલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા પી.એસ.આઈ. હેતલબેન જોષી સહિતના અધિકારીઓ અને મહિલા કર્મયોગીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.