રાજકોટ જિલ્લામાં સદી વટાવી ચૂકેલા શતાયુ મતદારો અને લાકડીના ટેકે મતદાન કરવા પહોંચ્યા - At This Time

રાજકોટ જિલ્લામાં સદી વટાવી ચૂકેલા શતાયુ મતદારો અને લાકડીના ટેકે મતદાન કરવા પહોંચ્યા


સામાન્ય રીતે ચાલવામાં કે રોજીંદા કામોમાં શારીરિક ક્ષતિના લીધે તકલીફ વેઠતા દિવ્યાંગો અને વૃધ્ધો જયારે લોકશાહીમાં ફરજની વાત આવે ત્યારે જોમ અને જુસ્સા સાથે મતદાન કરવા ઉમટી પડતા હોય છે. રાજકોટમાં વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં આવા અનેક દ્રશ્યો જોવા મળ્યાં. અનેક દિવ્યાંગો અને વડીલ મતદારો મતદાન માટે વ્હીલચેર અને લાકડીના ટેકે આવીને, યુવાઓને પણ શરમાવે તે રીતે ઉત્સાહપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરી પ્રેરણા પુરી પાડી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.