હળવદના સાપકડા ગામે જમીનના ડખ્ખામાં થયેલ ફાયરીંગના બનાવમાં ફરિયાદ નોંધાઈ - At This Time

હળવદના સાપકડા ગામે જમીનના ડખ્ખામાં થયેલ ફાયરીંગના બનાવમાં ફરિયાદ નોંધાઈ


હળવદના સાપકડા ગામે ગત તા.૨૩ઓક્ટો. ના રોજ સાંજના સમયે ત્રણ શખ્સો દ્વારા ભાયું ભાગની જમીનના ડખ્ખામાં કુટુંબીક ભાઈ પ્રભુભાઈ ચાવડા ઉપર થયેલા ફાયરીંગના બનાવમાં આખરે આજરોજ પ્રભુભાઈ ચાવડા દ્વારા તેઓના કુટુંબીક ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ, હત્યાની કોશિશ સહિતની આઇપીસી કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા પ્રભભાઈ મગનભાઈ ચાવડા ઉવ.૬૦ એ આરોપી હરેશભાઈ દલુભાઈ ચાવડા, ભાવેશભાઈ હરેશભાઈ ચાવડા, પ્રકાશભાઈ હરેશભાઈ ચાવડા ત્રણેય રહે.સાપકડા તા.હળવદ જી.મોરબી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે અમારે અને આ કામના આરોપીઓને તેમની ભાયુ ભાગે આવેલ જમીન બાબતે અગાઉ જમીન તકરાર બાબતે સામસામી ફરીયાદો કરેલ હોય જેનો ખાર રાખી આ કામના ત્રણેય આરોપીઓ ગત તા.૨૩ ઓક્ટો. ના રોજ સાંજના સમયે સાપકડા ગામે બટુક મહારાજનાં આશ્રમની સામે અચાનક આવી ફરિયાદી પ્રભુભાઈ ચાવડાને જાનથી મારી નાખવાના ઈરાદે આરોપી હરેશભાઈ ચાવડાએ પોતાના હાથમા રહેલ બંદુકમાંથી એક રાઉન્ડ ફાયરીંગ કરી ફરીને ડાબા પગના ઢીંચણની નીચે ઈજા કરી તેમજ આરોપી ભાવેશે પોતાના હાથમા રહેલ બંદુકમાંથી ફાયરીંગ કરતા ફરીને ડાબા પગે ઢીંચણથી ઉપરના ભાગે તથા પેટના ભાગે ઈજા કરી તેમજ આરોપી પ્રકાશે લોખંડના પાઈપ વડે ફરીને મારવા દોડી જઈ ત્રણેય આરોપીઓએ ગુન્હો કરવામા એકબીજાની મદદગારી કર્યાની ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ સામે આઈપીસીની કલમ ૩૦૭,૧૧૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫ (૧-બી)(એ), ૨૭ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.