ભારતીય જનતા પાર્ટીના ૪૬મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત 36 ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારનું “સક્રિય સભ્ય સંમેલન” યોજાયું
( હર્ષદ ચૌહાણ દ્વારા)
ભારતીય જનતા પાર્ટીના ૪૬મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત 36 ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારનું "સક્રિય સભ્ય સંમેલન" પથિકાશ્રમ, સેક્ટર -11 ખાતે યોજાયું. જેમાં જન સંઘથી ભાજપ સુધી એક નાના છોડમાંથી અથાર્ગ પરિશ્રમથી ભાજપને કેવી રીતે વટ વૃક્ષ બનાવ્યું તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની જાણકારી અને લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચે એ બાબતની સરકારની સિદ્ધિઓની માહિતી આપવામાં આવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
