વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ રૂપે પાલન કરવામાં આવે છે.
15 માર્ચ, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ રૂપે પાલન કરવામાં આવે છે. વિશ્વના તમામ ગ્રાહકોને સરકારશ્રીઓ દ્વારા અનેક અધિકાર આપવામાં આવેલ છે. સુચારુ અને પેપર વિહીન વહીવટની સુફિયાણી વાતો કરતી ગુજરાત સરકારના તોલમાપ વિભાગ મદદનીશ નિયામક ની કચેરીમાં દીવા તળે અંધારા જેવી પરિસ્થિતિ. આજે બપોરે 12:00 કલાકે પણ કચેરીમાં વૅગ 4 (પટાવાળા) ના કર્મચારી સિવાય કોઈ સરકારી અધિકારી કે કર્મચારી આજના યાદગાર દિવસે પણ જોવા મળતા નથી.
ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્રા પાલ અને અનેક કાર્યકાર તથા સામાજિક કાર્યકર રોહિત પટેલ રેખાબેન મહેતા તરફથી ગ્રાહક દિવસ નિમિત્તે ગ્રાહકોને લાગતી ફરિયાદો અને રજૂઆતોને આધારિત સરકારશ્રી સમક્ષ તોલમાપ અને ગ્રાહક સુરક્ષા ને લગતી માંગણીઓને લગતું આવેદનપત્ર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગ્રાહક સુરક્ષા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા ને મોકલી આપવાના આશયથી મદદનીશ તોલમાપ કચેરી અમદાવાદ ખાતે ગ્રાહક જાગૃતિ અને આ વેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ. તેમજ ગ્રાહક જાગૃતિ ને લગતી સૂત્રોચ્ચાર સંસ્થાના બેનર સાથે ગાંધી ચીંધ્યા માર્ગે ગુલાબના ફૂલ સાથે પત્રિકાનું વિતરણ તોલમાપ ભવન ખાતે કરવામાં આવેલ. તથા કચેરીમાં કોઈ જવાબદાર સરકારી અધિકારી કે સરકારી કર્મચારી હાજર ન હોય ફરજ ઉપરના હાજર પટાવાળાને સરકારને પહોંચાડવાનું આવેદન પત્ર આપવાની ફરજ પડેલ. આવેદન પત્રના મુખ્ય મુદ્દા/રાજુઆત અને માંગણી નીચે મુજબ છે.
1. તોલમાપ વિભાગનો ફરિયાદ માટે ટોલ ફી નંબર હોવો જોઈએ તે તાત્કાલિક શરૂ કરવા માંગણી કરવામાં આવી.
2. પેપર લેસ વહીવટની વાતો કરતી સરકાર ગ્રાહકો તોલમાપ ખાતાને લગતી ફરિયાદ ઓનલાઈન કરી શકે તે માટે whatsapp મેસેજ માટે નો નંબર જાહેર કરવો જોઈએ.
3. ગમે તેટલી MRP પ્રિન્ટ કરી વસુલાતિ કિંમત સામે છેતરાતા અને લૂંટાતા ગ્રાહકોને બચાવવા MRP નક્કી કરવા માટેની ગાઈડલાઈન/ધારા-ધોરણો નક્કી કરી જાહેર કરવા જોઈએ. પડતર આધારિત MRP નક્કી થવી જોઈએ.
4. દરેક તોલમાપ કચેરી ખાતે ફ્લાઈંગ સ્કવોડની રચના કરી ફરજ ઉપર હાજર રાખી વેપારીઓ પુરાવાનો નાશ કરે તે પહેલા પોઝિટિવ રીઝલ્ટ માટે 24 કલાક તોલમાપ અધિકારીઓની સેવાઓ મળતી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
5. ફ્રિજમાં સ્ટોર કરવામાં આવતી ચીજ વસ્તુઓના સવારના ફિક્સ સમયબાદ MRP કરતા વધુ વસુલાતિ કિંમતો માટે તોલમાપ અધિકારીઓ જાતે ફરિયાદી બની જરૂરી કાર્યવાહી કરે તથા જ્યાં બીલ નથી આપતા તેઓની સામે પણ યોગ્ય કાર્યવાહી કરે.
આ તમામ માગણીઓ સાથેનું આવેદનપત્ર આપવામાં આવેલ છે. માનનીય સરકારશ્રી આ બાબતે વિચારણા કરી યોગ્ય અને જરૂરી સુધારા અને ફેરફાર કરશે તો અનેક ગ્રાહકો ફરિયાદો કરવા આગળ આવશે. છેતરાતા બચશે. સરકારનો ડિજિટલ ઇન્ડિયા અને પેપરલેસ વહીવટનો હેતુ સફળ થાય.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
