અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 ની ઉજવણી અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિર સાબરકાંઠા જિલ્લામાં યોજાશે
અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 ની ઉજવણી અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિર સાબરકાંઠા જિલ્લામાં યોજાશે,
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 ની ઉજવણીના ભાગરૂપે કાઉન્ટ ડાઉન યોગ શિબિર તથા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિર નું આયોજન સૌરભ સંસ્કાર વિદ્યાલય, કાંકરોલ રોડ ,હિંમતનગર, ખાતે તારીખ- 23 /4 /2025 ના રોજ, સવારે 6 થી 8:00 વાગે , સુધી યોગ શિબિર નો આયોજન કરવામાં આવ્યું છે તો હિંમતનગરના દરેક નાગરિક આ શિબિર નો લાભ લેવાનું ચૂકશો નહીં આ શિબિર નિશુલ્ક છે, સાથે આયુર્વેદ ઉકાળો ડાયાબિટીસ ચેકઅપ નિશુલ્ક કરી આપવામાં આવશે તો જાહેર જનતાને નમ્ર નિવેદન છે કે આ શિબિર નો લાભ લેશો,
આ શિબિરમાં ચેરમેન શ્રી યોગ સેવક શિશપાલજી નો વિડીયો, સંદેશ યોગ સાથે યોગ્ય આહારવિહાર દ્વારા આજીવન રોગમુક્ત રહી શકાય તે બાબતે વિશેષ જાણકારી આ એલઇડી સ્ક્રીન પર સાંભળવા મળશે, ચેરમેન શ્રી યોગ સેવક શિશપાલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવા જઈ રહેલ છે તો અવશ્ય આ શિબિરમાં આવવું,
આ શિબિર નું આયોજન સાબરકાંઠા જિલ્લા ના જિલ્લા કોર્ડીનેટર પટેલ અમીબેન યોગ ક્લાસ ઇન્સ્પેક્શન કોર્ડીનેટર સુતરીયાઉમંગભાઇ, પ્રજાપતિ ભાવેશભાઈ સોશિયલ મીડિયા કોર્ડીનેટર, અને સાબરકાંઠા જિલ્લાની સમગ્ર ટીમ યોગ કોચ યોગ ટ્રેનર ,યોગ સાધકો, દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તો આ શિબિર નો અચૂક લાભ લેવો
આ પ્રકારના તમામ સમાચાર માટેે
