સિદ્ધપુરના ધનાવાડા ગામે ગુરુ ધૂંધળીનાથના મંદીરે આસો સુદ અગિયારસનો મેળો ભરાયો.
પ્રાચીન સમયથી ભારતભરમાં ઠેર-ઠેર લોકમેળાઓ યોજાય છે અને અત્યારે એકવીસમી સદીના ટેક્નિકલ યુગમાં પણ લોકમેળાઓનો ક્રેઝ યથાવત રહ્યો છે, આમ તો ગુજરાતભરમાં અલગ-અલગ પ્રાચીન જગ્યાઓએ વર્ષોથી યોજાતા મેળાઓમાં મેળાનો લ્હાવો માણવા ગુજરાત ની પ્રજા હંમેશા મોખરે રહી છે,
પાટણના સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામે આવેલ ગુરુ ધૂંધળીનાથ બાપુના મંદિરના પ્રાંગણમાં વર્ષોથી આસો સુદ અગિયારસના દિવસે મેળો ભરાય છે, અને મેળામાં આજુબાજુના અસંખ્ય લોકો મેળો માણવા આવી પહોંચતા હોય છે,મેળામાં ખાણીપીણીના અનેક સ્ટોલ લાગતા હોય છે, તેમજ આ મેળામાં તલવારબાજી અને પટ્ટા પણ ખેલવામાં આવે છે જેને લોકો આનંદ સાથે નિહાળે છે,મેળામાં આવતા લોકો માટે ભોજનપ્રસાદની પણ ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવે છે.
રિપોર્ટ-:જીતેન્દ્રસિંહ ઝાલા
મો.૯૯૦૪૦૨૩૮૬૨
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.