મહિલા કોલેજ રાજુલા દ્વારા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજાઇ.
શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રાજુલા દ્વારા જિલ્લા સ્વીપ નોડલ અધિકારીશ્રી -અમરેલીના આદેશ અનુસાર સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મતદારોમાં જાગૃતિ લાવવા સંદર્ભે તારીખ 15 -11 -2022 ને મંગળવારના રોજ રાજુલા શહેરના મુખ્ય માર્ગો પર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલીની શરૂઆત પ્રિન્સિપાલ સુશ્રી ડો. રીટાબેન રાવળ તથા કેમ્પસ ડાયરેક્ટર શ્રી રવિભાઈ વ્યાસ દ્વારા કરાવવામાં આવેલ આ રેલીનો મુખ્ય ઉદ્દેશ મતદારો મતદાન અંગે જાગૃતિ કેળવે. રેલીમાં શહેરના મુખ્ય માર્ગો નારાઓથી ગુંજી ઉઠ્યા હતા.
રેલીને સફળ બનાવવા માટે એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર પ્રાધ્યાપક જાગૃતીબેન તેરૈયા પ્રાધ્યાપક જયશ્રીબેન જાની પ્રાધ્યાપક ભગવતીબેન વડીયા પ્રાધ્યાપક બીનાબેન શેઠ કોમર્સ વિભાગના જી.એસ કુ. નંદિની તથા આર્ટસ ના જી.એસ કુ.રૂખસાર તથા તમામ વિદ્યાર્થીની બહેનોએ જહેમત ઉઠાવી હતી.રેલીમાં 150 વિદ્યાર્થિની એ ભાગ લીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.