બાવળા ખાતે સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા દ્વારા ખેડૂત માટે સંધ્યા શિબિર યોજાઈ હતી
બાવળા ગામ ખાતે અટલ કમ્યૂનિટી હોલ માં સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ખેડૂતભાઇઓ માટે “સંધ્યા શિબિર” નું આયોજન કરવામાં આવેલ હતું. આ શિબિર માં બૅન્ક તરફથી અમદાવાદ સર્કલ ના ચીફ જનરલ મેનેજર શ્રી ક્ષિતિજ મોહન સાહેબ, જનરલ મેનેજર શ્રી શૈલેષ ઉન્નિથન સાહેબ, આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી જીતેન્દ્ર કુમાર સાહેબ હાજર રહેલ હતા.
આ શિબિર માં ખૂબ જ બહોળી સંખ્યામાં અલગ અલગ ગામ થી આવેલ હતા. આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી જીતેન્દ્ર કુમાર સાહેબે સ્વાગત પ્રવચન માં બધાને આવકાર્યા હતા અને બૅંક દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ ની જાણકારી આપેલ હતી. બાવળા શાખા ને સ્પેશિયલ ખેતી વ્યાવસાયિક બ્રાન્ચ નો દરજ્જો આપતા તેમણે કહ્યું હતું કે બૅન્ક હમેશા ખેડૂત ભાઇઓ ની સાથે છે. બૅંક સાથે વર્ષો થી જોડાયેલા બૅન્ક ના ગ્રાહકો નું શાલ ઓઢાડી તથા ફૂલોથી સન્માન કરવામાં આવ્યું મહાદેવભાઇ ચૌહાણ, સરપંચ વાસણા ધાધલ, શ્રી ભરતભાઇ અલગોતર, સરપંચ કાલિવેજી, શ્રી સંજયભાઇ ડોડીયા, સરપંચ ધનવાડા એ વિશેષ રૂપ થી હાજર રહી બૅન્ક દ્વારા આપવામાં આવતી સેવા વિશે સંતોષ ની લાગણી વ્યક્ત કરેલ હતી.
જનરલ મેનેજર શ્રી ઉન્નિથન સાહેબે ગ્રાહકો ના પ્રશ્નો અને સૂચની ધેર્યપૂર્વક સાંભળ્યા હતા અને દરેક પ્રશ્નના નિરાકરણ માટે શક્ય તેટલા પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી પોતાના સંબોધનમાં ચીફ જનરલ મેનેજર શ્રી ક્ષિતિજ મોહન સાહેબે જણાવ્યુ હતું કે સ્ટેટ બૅન્ક ગુજરાત રાજ્ય ના નાના થી નાના ગામ માં પણ શાખાઓ ના માધ્યમ થી ખેડૂતો સાથે જોડાયેલી છે અને બદલાતા સમય સાથે બદલાતી ખેડૂત ભાઇઓ ની જરૂરિયાત પ્રમાણે બૅન્ક પોતાની નવી નવી સેવાઓ વિસ્તારી રહી છે. દૂર સુદૂર ના ગામ થી મોટી સંખ્યા માં પધારેલા ખેડૂત ભાઈઓ ને તેમની બૅન્ક પ્રત્યે ની ભાવના બદલ આનંદ ની લાગણી વ્યક્ત કરેલ હતી. શિબિર દરમ્યાન ચીફ જનરલ મેનેજર શ્રી ક્ષિતિજ મોહન સાહેબે દ્વારા 25 થી વધુ ખેડૂત ગ્રાહકો ને ધિરાણ મંજૂરી પત્ર નું વિતરણ કરવામાં આવ્યું હતું.શિબિર ને સફળ બનાવવા બૅન્ક ની બાવળા શાખા ના મેનેજર શ્રી કુમોદ કુમાર તથા અલગ અલગ શાખા ના બ્રાન્ચ મેનેજર એ જહેમત ઉઠાવી હતી. ચીફ મેનેજર શ્રી અતુલ પરમાર સાહેબ તથા શ્રી વિમલ લેઉવા સાહેબે આભાર વિધિ કરેલ હતી.
રીપોર્ટર મુકેશ ઘલવાણીયા
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.