ખેડૂત નોંધણી ઝુંબેશ વેગવંતી બની : ૧.૨૫ લાખ ખેડૂતોના ફાર્મર આઈ ડી બન્યા : ખેડૂત નોંધણીની ૬૨ ટકા કામગીરી પૂર્ણ
ભારત સરકારે પીએમ કિસાનના આગામી હપ્તા માટે ખેડૂત આઇડીની નોંધણી ફરજિયાત કરી હોવાથી ખેડૂતોને વહેલી તકે આઇડી મેળવી લેવા અપીલ
એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારનાં સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ રાજ્યમાં ખેડતોને આધારકાર્ડની જેમ ફાર્મર આઈ.ડી આપવાની નોંધણી હાલ ચાલી રહી છે. મહીસાગર જિલ્લામાં ફાર્મર આઈ.ડી ખેડૂત નોંધણી ઝડપથી થાય તે માટે ઝુંબેશના સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં હાલ ખેડૂત નોંધણીની ૬૨ ટકા કામગીરી પૂર્ણ થઈ છે સવા લાખથી વધુ ખેડૂતોએ ફાર્મર આઈ ડી મેળવ્યું છે ત્યારે ગ્રામ્ય કક્ષાએ આ કામગીરીની સમીક્ષા કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી જે આર પટેલે આજે ડોકેલાવ અને લાડવેલ, રાજગઢ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી.
જિલ્લા ખેતીવાડી અધિકારીની ટીમની મુલાકાતમાં નોંધણી દરમિયાન આવતી ટેકનિકલ સમસ્યાઓનું નિવારણ થાય તેમજ ઝડપથી ખેડૂત નોંધણી કામગીરી પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. તેમની આ મુલાકાત દરમિયાન મદદનીશ ખેતી નિયામક,વિસ્તરણ અધિકારી (ખેતી), ગ્રામસેવક, વીસીઇ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
ખેડૂતોને આ રજીસ્ટ્રેશનથી તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો બનશે સરળતાથી મળશે તેમજ ફાર્મર આઈડી થનાર વિવિધ ફાયદાઓ વિશે માહિતી આપવામાં હતી. ભારત સરકારે પીએમ કિસાનના આગામી હપ્તા માટે ખેડૂત આઇડીની નોંધણી ફરજિયાત કરી હોવાથી ખેડૂતોને વહેલી તકે આઇડી મેળવી લેવા અપીલ કરવામાં આવી હતી.વધુ માહિતી માટે તાલુકાનાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જે તે ગામના તલાટી કમ મંત્રી, ગ્રામસેવક અને વી સી ઈ નો સંપર્ક કરવાનો રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે
