સાબરકાંઠા જિલ્લા LCB એ 47.64 લાખના દારૂ સહિત મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી - At This Time

સાબરકાંઠા જિલ્લા LCB એ 47.64 લાખના દારૂ સહિત મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી


સાબરકાંઠા જિલ્લા LCB એ 47.64 લાખના દારૂ સહિત મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી

સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ તા.ર૮ નવેમ્બરના રોજ હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન.કરંગીયા તથા પો.કો. અમરતભાઇ સહિત ટીમને સંયુકત રીતે ખાનગી બાતમી મળેલ કે, “ એક ટાટા કંપનીનુ ૧૫૧૨ ગાડી નંબર-MH-15-HH-6827 ની શામળાજી તરફથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ જનાર છે." જે બાતમી આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે શામળાજી અમદાવાદ હાઇવે રોડ ઉપર સેવન સ્કાય કોમ્પ્લેક્ષથી ૫૦૦ મીટર આગળ બાતમીવાળા વાહનની વોચમાં હતા દરમ્યાન બાતમી મુજબના વાહનને ઉભુ રખાવી તે વાહન ચાલકની પુછતાંછ કરતા તેણે જણાવેલ કે અંદર વેસ્ટ સફેદ પાવડરની બેગોની આડાશમાં ઇંગ્લીશ દારૂની પેટીઓ ભરેલ હોવાનુ જણાવતો હતો અને પોતાની પાસે કોઇ આધાર/પરમીટ ન હોઇ ગાડીમાં ચેક કરતાં તેમાં સફેદ પાવડરની બેગોની આડાશમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ હતો જે દારૂ પેટી નંગ-૪૬૩ કુલ બોટલ નંગ-૧૧,૫૩૨ કિ.રૂ.૩૭,૫૭,૬૨૦ તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦ તથા અલગ અલગ દરની ચલણી નોટ નંગ-૯ કિ.રૂ.૧,૮૦૦ તથા વાહનના માલિકીના દસ્તાવેજો તથા ટાટા કંપનીનુ ૧૫૧૨ ગાડી કિ.રૂ.૧૦,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૪૭,૬૪.૪૨૦ નો

મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત પ્રોહિ એકટ મુજબનો પ્રોહીબિશન. ગણનાપાત્ર કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા સાબરકાંઠા બ્યુરો ચીફ


9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.