દહેજ નજીક કડોદરા ખાતે આવેલી યુપીએલ – 12 કંપની સામે ગામ લોકોનો રોષ, સ્થાનિક ગામ લોકોને કંપની સંચાલકો દ્વારા કરાતા અન્યાયના આક્ષેપો સાથે પોતાના હકની માંગણી કરી…
ભરૂચના વાગરા તાલુકાના દહેજ નજીક આવેલા કડોદરા સ્થિત યુપીએલ ૧૨ કંપની સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લેન્ડ લુઝરોને નોકરી પર લેવામાં આવતા નથી અને કેટલાક લેન્ડ લુઝર ખેડૂતોની ફાઈલો ગુમ કર્યાની કંપની સંચાલકો સામે આક્ષેપ કર્યા હતા. સ્થાનિક લેન્ડ લુઝરોને કાયમી ધોરણે નોકરી ની માંગ સાથે ગામ લોકોએ ધરણાં પ્રદર્શન કર્યું હતું.
કંપની સંચાલકો સ્થાનિક લોકોની રોજગાર છીનવી રહી હોવાના આક્ષેપ કર્યા હતા.કંપની સંચાલકો એગ્રીમેન્ટનો અનાદર કરી સ્થાનિક લોકો સાથે અન્યાય કરતા હોવાના આક્ષેપ કર્યા હતા..સ્થાનિક ગામ લોકોએ યુપીએલ 12 ગેટ બહાર ધારણા પ્રદર્શન કર્યું અને કંપની સંચાલકોની હાય હાય બોલાવી હતી.
કડોદરા ગામના યોગેશ ગોહિલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી યુ પી એલ ૧૨ કંપની પર લોકોને અન્યાય થતો હોવાના આક્ષેપ કર્યા હતા. લેન્ડ લુઝર, કોન્ટ્રાક્ટમાં નોકરી, કંપનીના જે વિભાગમાં બહેનોને રોજગારી મળવી જોઈએ તે નથી મળતી હોવાના આક્ષેપ કર્યા હતા. સ્થાનિક લોકો સાથે અન્યાય કરવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા હતા.બહારથી લોકોને લાવે છે એ લોકોનું પેકેજ વધુ હોવાનું જણાવ્યું હતું. કડોદરા ગામના લોકોને ઓછુ પેકેજ આપતા હોવાના આક્ષેપ કર્યા હતા. એચ આર હેડ પોતાની મનમાની ચલાવતા હોવાના આક્ષેપ કર્યા હતા. જવાબદાર અધિકારી ફોન ન ઉઠાવતા હોવાના આક્ષેપ કર્યા હતા. અમારા પ્રશ્નોની રજુઆત કરતા સુખદ સમાધાન થયું હોવાનું જણાવ્યું હતું. જો અમારા પ્રશ્નોનું સંપૂર્ણ નિરાકરણ નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી...
રિપોર્ટર: સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે
