મનપાની ટેક્સ બ્રાન્ચ ત્રાટકી: રાજકોટ માં વેરો ન ભરાતા 10 મિલકતોને સીલ કરી, 1ને ટાંચ જપ્તીની નોટિસ, 2. નળ કનેકશન કાપી રૂ. 14.71 લાખની રિકવરી કરી
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2024-25ની રિકવરી ઝુંબેશ અંતર્ગત 10 મિલકતોને સીલ કરવામાં આવી હતી તથા 1 મિલ્કતને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવી હતી. જ્યારે 2 નળ કનેક્શન કપાત કરતા રૂ.14.71 લાખની રિકવરી કરવામાં આવી હતી. 1 એપ્રિલ, 2024થી અત્યાર સુધીમાં મનપાની ટેક્સ શાખાએ રૂ. 322.36 કરોડની રિકવરી કરી છે. જેમાં ઈમ્પીરીયલ હાઈટ્સમાં ગો ફેશન ટેનન્ટ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-9, ગોંડલ રોડ પર મારુતી ઈન્ડ એરિયામાં ભરત ટ્રાન્સપોર્ટને નોટીસ સામે રિકવરી રૂ.1.63 લાખ તો નેહરુનગરમાં ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં જે.બી એન્જિનિયરીંગ સામે સીલની કાર્યવાહી કરતા રૂ.50,000ની રિકવરી કરવામાં આવી હતી.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.