રોજીદ ગામ પહોંચ્યા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલીયા મૃતકના પરિવારજનોને મળી સંવેદના પાઠવી, મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર આપવા માંગ કરવામાં આવી
ગુજરાત સરકારની દારૂબંધીની પોલ ખોલતો અને પોલીસ તંત્રને લાંછન લગાડતી ઘટના બોટાદ જિલ્લામાં બનવા પામી છે ત્યારે લઠ્ઠા કાંડ થી 40 થી વધારે લોકોના મોત નીપજ્યા છે, આજરોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલીયા એ રોજીદ ગામની મુલાકાત લીધી હતી અને પરિવારજનોને મળી સંવેદના પાઠવી હતી. તેઓએ જણાવ્યું હતું કે સરકારશ્રીએ આ લઠ્ઠા કાંડ ની જવાબદારી સ્વીકારવી જોઈએ કેમિકલ પીવાથી કે અન્ય બચાવ કરવાથી તેઓ જવાબદારીમાંથી છટકી શકે નહીં, દારૂબંધીની પોલ ખોલતી આ ઘટનાથી અનેક પરિવારો ઉજડી ગયા છે ત્યારે સરકારશ્રી દ્વારા તાત્કાલિક મૃતકના પરિવારજનોને યોગ્ય સહાય વળતર ચૂકવવું જોઈએ.! તેવી માંગ સાથે સરકારશ્રી નીતિ રીતિ ઉપર ચાબખા મારવામાં આવ્યા હતા.!
રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.