જસદણમાં અકસ્માત કરી નાસી છૂટેલા આરોપીને પોલીસે પકડી પાડ્યો - At This Time

જસદણમાં અકસ્માત કરી નાસી છૂટેલા આરોપીને પોલીસે પકડી પાડ્યો


જસદણમાં અકસ્માત કરી નાસી છૂટેલા આરોપીને પોલીસે પકડી પાડ્યો

(રિપોર્ટ રાજેશ લીંબાસિયા)
બે દિવસ પહેલા જસદણ બાયપાસ નજીક માનસી ફાર્મ હાઉસ સામે હીટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં વૃદ્ધ દંપતીમાં પતિનું ઘટના સ્થળે મોત થયું હતું, અને પત્નીનું હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું. પતિ પત્ની રોડ ક્રોસ કરતાં દરમ્યાન કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેથી જસદણ પોલીસે સીસીટીવી ફૂટેજ ના માધ્યમથી અકસ્માત કરનાર આરોપી રણજીત ગુણવંત મહેતાને ઝડપી લીધો હતો. આરોપીએ અકસ્માત સર્જી પોતાની કાર એક ખેતરમાં સંતાડી હતી. બાદ પોલીસે શોધખોળ કરી આરોપીને પકડી પાડ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image