માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામે શિક્ષણ જગતને કલંકિત કિસ્સો આવ્યો સામે - At This Time

માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામે શિક્ષણ જગતને કલંકિત કિસ્સો આવ્યો સામે


માળીયા હાટીના તાલુકાના નાનકડા અમરાપુર ગામે અમરાપુર પે.સેન્ટર શાળામાં ભણતી નાની બાળાઓ સાથે શિક્ષક ગિરીશ કેશવ લાડાણી ભાન ભૂલતા નાની બાળકીઓ સાથે છેડતી કરતા સમગ્ર માળીયા હાટીના તાલુકા પંથકમાં શિક્ષણ જગતને કલંકિત થતા પ્રજામાં ભારી રોષ ફાટી પડ્યો હતો આ તકે હાલ આમરપુર ગામના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા આ તકે ગ્રામજનોએ શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહી કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી. આતકે માળીયા હાટીના પોલીસ સ્ટેશનના dysp ડી.વી.કોડિયાતર, પી.એસ.આઈ. બી.કે.ચાવડા એ ઉપસ્થિત ગ્રામજનો ને શિક્ષક સામે કડક કાયદાકીય પગલા ભરવાની બાહેનધરી આપી હતી આ ઘટના ને લઈ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ તેમજ તાલુકા વિકાસ અધિકારી ચૌધરી અને ઇન્ચાર્જ ટી.પી.ઓ. ટી.એચ.ધુણેચા માળીયા હાટીના પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા

આવતી કાલે અમરાપુર ગામે બાળકોનું શિક્ષણન બગડે તે માટે રેગ્યુલર સ્કૂલ ચાલુ રહેશે તે ઉપસ્થિત અધિકારીઓ એ આપી ખાત્રી. આગળ ની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.