લાકડિયા માં યા હુસેનના નાદ સાથે તાજીયા નીકળ્યા,આ નિમિતે જૈન સમાજના લોકો ઉભી ચોકીમાં જોડાઇ છે.
તાજીયા નિમિતે મુંબઇ વસતા જૈન લોકો ખાસ લાકડિયા આવી એકતા દર્શાવે છે
કચ્છ જિલ્લા ના લાકડિયા ગામની વાત કરવામાં આવે તો અહીં તાજીયા નિમિતે મુંબઇ રહેતાં જૈન ધર્મના વિશા ઓસવાળ સમાજના લોકો ખાસ આવી ગયા હતા.અને તાજીયાની પૂર્વ રાત્રીએ નીકળેલા ઝુલસમાં સફેદ વસ્ત્ર પહેરી ઉભી ચોકીમાં જોડાઇ છે
જે આ ગામની અનોખી એકતા સમગ્ર કચ્છમાં ચર્ચાય છે.
સમગ્ર કચ્છમાં મંગળવારે કરબલાના શહીદોની યાદમાં શાંતિપૂર્ણ રીતે તાજીયા ઝુલુસ નીકળ્યા હતા. જેમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા વિવિધ સ્થળે યોજીત ઝુલુસમાં પડની અંદર યા હુસેનના નાદ સાથે ધમાલ લેતા જોવા મળ્યા હતા. તેમજ તાજીયા સનમુખ મુસ્લિમ સમાજના લોકોએ અને હિન્દૂ સમાજના લોકોએ શ્રીફળ અને ગોળ ધરાવી પોતાની આસ્થા પ્રગટ કરી હતી. જેમાં કોમી એકતાના દર્શન થયા હતા. ખાસ કરીને ૧૦૦ થી પણ વધુ જૈન વિશા ઓસવાળ સમાજના લોકો હાજર રહ્યા હતા
લાકડિયા ગામના મુસ્લિમ સમાજના લોકોએ જણાવ્યું હતું કે વર્ષોથી યોજાતી ઉભી ચોકી માં જૈન સમાજના લોકો દરેક વખતે સાથે રહેતા આવ્યા છે. જેમાં અત્યારે . અમુક ઘરોમાં ઓસવાળ સમાજના વડીલો રહે છે. જ્યારે પરિવારના અન્ય ૧૦૦ થી વધુ સભ્યો આ વખતે હાજર રહ્યા હતા . જે બપોરે કોમી એકતાના પ્રતીક લાકડિયા પીરની દરગાહથી તાજીયાનું ઝુલુસ નીકળી રામ મંદિર મુખ્ય બજારમાં થઈ મોટા પીરે પહોંચી શાંત (ઠંડા) થયા હતા. હુશેની કમિટીના પ્રમુખ ગુલમામદ સુમાર લંઘા, ઉપ પ્રમુખ હાજી અનવર લાલમામદ રાઉમાં અને કમિટી સભ્યોએ આયોજન વ્યવસ્થા સંભાળી હતી. ઓસવાળ સમાજના કાંતિ ભારમલ, જેઠા પાલણ,બળુભા વિરમજી સોલંકી, રમઝુ કુંભાર, ચમનસંગ સોઢા. વેરસીભાઈ વાણીયા. જેઠુનાથ બાવાજી. અશોક સોની. મોમાયા ભાઈ કોલી. રાજેશ રવા કોલી રાજણસર, લાકડિયા સરપંચ સુલેમાન ધધડા તથા મુસ્લિમ જમાત ના ઉપ મુતવલી હાજી ઉસ્માન મલક વગેરે સહયોગી બન્યા હતા.
લાકડિયા પી.એસ.આઇ વસાવા સાહેબનું સન્માન કરવા માં આવેલ અને પુવૅ નાણા મંત્રી શ્રી બાબુલાલ મેઘજી શાહ નુ સન્માન રમજુ ભારમ દ્વારા કરવામાં આવેલ.તેમજ સમસ્ત લાકડિયા ગામના સમાજ ના આગેવાનો ના સન્માન કરવામાં આવેલ જેનુ સંચાલન ફારુક ખત્રી દ્વારા કરવામાં આવેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.