રાજુલા પો.સ્ટે.ના ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી તેના ખીસ્સામાંથી રોકડ રૂપિયાની ચોરીના
રાજુલા પો.સ્ટે.ના ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી તેના ખીસ્સામાંથી રોકડ રૂપિયાની ચોરીના
અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલસાથે ત્રણ ઇસમોને પકડી પાડી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી રાજુલા પોલીસ ટીમ
મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, જે અન્વયે મ્હે.અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈધ સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ મિલ્કત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણ શોધાયેલ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.
જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.એમ.કોલાદરા સાહેબનાઓની સુચના અને માર્ગદર્શંથી રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૪૦૫૨૦/૨૦૨૪ B.N.S.-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨),૫૪,૧૧૨(બી) મુજબના ગુન્હાના કામે રાજુલા સરકારી હોસ્પિટલની સામે આવેલ રોડ ઉપર ફરીયાદીને રિક્ષામાં બેસાડી ફરીયાદીના ખીસ્સા માંથી રોકડ રૂ.૧૦,૦૦૦/-ની ચોરી કરી નાશી ગયેલ આરોપીની રાજુલા પોલીસ ટીમને મળેલ ચોક્કસ બાતમી તથા ટેક્નીકલ સોર્સ આધારે રાજુલા આગરીયા જકાત નાકા પાસેથી સદરહુ ગુન્હામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે બે પુરૂષ ઇસમો તથા એક મહિલા ઇસમને ઓટો રિક્ષ્રા સાથે પકડી પાડી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી પકડાયેલ આરોપી વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરતી રાજુલા પોલીસ ટીમ.
(પકડાયેલ આરોપીની વિગત-
(૧) દિપક ઉર્ફે રૂત્વીક કરમશીભાઇ સોલંકી ઉ.વ.૨૨ ધંધો.વેપાર રહે.રાજકોટ,રણુજા મંદીર સામે,લાપાસડી
રોડ,વેલનાથ પરા-૨ તા.જી.રાજકોટ
(૨) જેનીશ રાજેશભાઇ ચૌહાણ ઉ.વ.૨૧ ધંધો.હિરાકામ રહે.રાજકોટ,વાણીયા વાડી,મેઇન રોડ,અવંતીકાપાર્કની
બાજુમાં,વાલ્કેશ્વર સોસાયટી,શેરી નં-૬ તા.જી.રાજકોટ
(૩) ચકુબેન વા/ઓ પ્રવીણભાઇ વેકરીયા ઉ.વ.૫૦ ધંધો.ઘરકામ રહે.રાજકોટ,ખોડીયાર પરા,કાનાભાઇનુ
મફતીયુ તા.જી.રાજકોટ
(કબ્જે કરેલ મુદામાલ:-
(૧) રોકડ રકમ રૂ.૯૧૦૦/-
(૨) બજાજ કંપનીની ઇકો ગ્રીન કલરની CNG રિક્ષા R.T.O રજી.નં.GJ.03.CT.0050 ની જેની કિ.રૂ.૨,૦૦,૦૦૦/-
(૩) એક સેમસંગ કંપનીનો ફોલ્ડ-૪ મોબાઇલ ફોન નંગ-૧ જેની કિ.રૂ.૩૦,૦૦૦/-
(શોધાયેલ ગુન્હો:-
રાજુલા પો.સ્ટે ગુ.ર.નં.- ૧૧૧૯૩૦૫૦૨૪૦૫૨૦/૨૦૨૪ B.N.S.-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨),૫૪ મુજબ
(અન્ય ચોરી ની કબુલાત :-
આરોપી દિપક ઉર્ફે રૂત્વીક કરમશીભાઇ સોલંકી તથા જેનીશ રાજેશભાઇ ચૌહાણ બન્નેની પુછપરસ કરતા તેઓએ અન્ય ચોરી કરેલની કબુલાત આપેલ છે.
(૧) આજથી ત્રણેક મહિના પહેલા વડોદરામાં બસ સ્ટેશન પાસેથી એક ભાઇને રિક્ષામા બેસાડી તેના ખીસ્સા માથી રૂ.૨૭૦૦/- ની ચોરી કરેલ
(૨) આજથી ત્રણેક મહિના પહેલા પંચમહાલ જીલ્લાના પાવાગઢ પાસે આવેલ અનગઢ મેલડી માતાના મંદિરેથી રિક્ષામા એક છોકરાને બેસાડી તેના ખીસ્સા માથી રૂ.૧૭૦૦/- ની ચોરી કરેલ
(૩) આજથી ત્રણેક મહિના પહેલા વડોદરા તરફથી આવી અમદાવાદ શહેરમા પ્રવેશ કરતા ચોકડી પાસેથી એક હિન્દી ભાષા બોલતા મજુરને રિક્ષામા બેસાડી તેના ખીસ્સા માથી રોકડ રૂ.૪૫૦૦/- ની ચોરી કરેલ
(૪) આજથી ત્રણેક મહિના પહેલા અમદાવાદ કાલુપુર પાસેથી એક દાદાને રિક્ષામા બેસાડી તેના ખીસ્સા માથી રોકડ રૂ.૫૬૦૦/-ની ચોરી કરેલ
(૫) આજથી ત્રણેક મહિના પહેલા અમદાવાથી ડીસા જતા હતા ત્યા રસ્તામા એક ભાઇ મળેલ તેને રિક્ષામા બેસાડી તેના ખીસ્સા માથી રોકડ રૂ.૪૮૦૦/-ની ચોરી કરેલ
(૬) આજથી બેક મહિના પહેલા અમદાવાદ ગીતા મંદિર પાસેથી એક દાદાને રિક્ષામા બેસાડી તેના ખીસ્સ માથી રોકડ રૂ.૫૦૦૦/-ની ચોરી કરેલ
(૭) આજથી બેક મહિના પહેલા પંચમહાલ જીલ્લાના પાવાગઢ ડુંગરા પાસેથી એક દાદાને રિક્ષામા બેસાડી તેના ખીસ્સા માથી રોકડ રૂ.૪૫૦૦/-ની ચોરી કરેલ
(૮) આજથી બેક મહિના પહેલા પંચમહાલ જીલ્લાના મિનાવાડા પાસે રોડ ઉપરથી એક ભાઇને રિક્ષામા બેસાડી તેના ખીસ્સા માથી રોકડ રૂ.૩૫૦૦/- ની ચોરી કરેલ
(૯) આજથી બેક મહિના પહેલા રાજકોટ આવતા ત્યારે ચોટીલા પાસે એક દાદાને રિક્ષામા બેસાડી તેના ખીસ્સા માથી રૂ.૨૫૦૦/-ની ચોરી કરેલ
(૧૦) આજથી દોઢેક મહિના પહેલા જામનગર ગયેલ અને ત્યા બસ સ્ટોપ પાસેથી બે ભાઇઓને રિક્ષામા બેસાડી તેના ખીસ્સા માથી કુલ રૂ.૩૭૫૦/-ની ચોરી કરેલ
(આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ:-
આરોપી- દિપક ઉર્ફે રૂત્વીક કરમશીભાઇ સોલંકી વિરૂધ્ધમા નીચે મુજબના ગુન્હા રજી થયેલ છે.
(૧)રાજકોટ શહેર માલવીયા નગર પો.સ્ટે.ખાતે.ગુ.ર.નં-૧૧૨૮૦૪૫૨૪૦૭૧૭/૨૦૨૪ બી.એન.એસ. ક.૩૦૩(૨), ૫૪
(૨) રાજકોટ શહેર આજી ડેમ પો.સ્ટે. ખાતે.ગુ.ર.નં-૧૧૨૮૦૪૫૨૪૦૩૮૦/૨૦૨૪ આઇ.પી.સી.ક.૩૭૯, ૧૧૪
(૩) રાજકોટ શહેર બી ડીવીજન પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૨૮૦૪૫૨૪૦૮૯૩/૨૦૨૪ આઇ.પી.સી.ક.૩૭૯
(૪) ઉના પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૧૮૬૦૦૮૨૪૦૦૨૪/૨૦૨૪ પ્રોહી ક.૬૬-૧-બી
(૫) રાજકોટ શહેર આજીડેમ પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૨૦૮૦૦૨૨૪૦૫૩૧/૨૦૨૪ આઇ.પી.સી.ક.૩૭૯
આરોપી- જેનીશ રાજેશભાઇ ચૌહાણ વિરૂધ્ધમા નીચે મુજબના ગુન્હારજી થયેલ છે.
(૧)રાજકોટ શહેર માલવીયા નગર પો.સ્ટે.ખાતે.ગુ.ર.નં-૧૧૨૮૦૪૫૨૪૦૭૧૭/૨૦૨૪ બી.એન.એસ. ક.૩૦૩(૨),૫૪
(૨) રાજકોટ શહેર આજીડેમ પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૮૦૦૨૨૦૧૬૭૪/૨૦૨૦ આઇ.પી.સી.ક.૨૭૯,૩૩૮
(૩) રાજકોટ શહેર આજીડેમપો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૦૮૦૦૨૨૧૦૨૫૨/૨૦૨૪ આઇ.પી.સી.ક.૧૮૮
(આરોપીઓને ચોરી કરવાની મોડેન્સ ઓપરેડીંગ
આરોપીઓ પોતાની ઓટો રિક્ષા લઇ ગુજરાતના અલગ અલગ જીલ્લાઓના ધાર્મિક સ્થોળોએ તેમજ બસ સ્ટેશન પાસે તથા ભીડ ભાડ વાળી જગ્યાઓમા જઇ રિક્ષામા પેસેન્જરને બેસાડી તેના પાસે બેસી આરોપીઓ રિક્ષામા બેસાડેલ પેસેન્જરને સીટમા ધકકા મુકી કરી પેસેન્જરના ખીસ્સમા રહેલ રોકડ રૂપિયાની ચોરી કરી ગુન્હોઓ કરવાની ટેવ ધરાવે છે.
(કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ-
રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. શ્રી એમ.એફ.ચૌહાણ સાહેબ તથા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. મધુભાઇ નથુભાઇ પોપટ તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા હેડ કોન્સ. હરેશભાઇ નાનજીભાઇ બાંભણીયા તથા પો.કોન્સ.ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ. રવિરાજભાઇ બાબુભાઇ વરૂ તથા ટાઉનબીટના એ.એસ.આઇ.રાણાભાઇ કાબાભાઇ વરૂ તથા પો.કોન્સ. પ્રકાશભાઇ શામજીભાઇ બાબરીયા દ્રારા કરવામાં આવેલ છે.
યોગેશ કાનાબાર રાજુલા
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.