લવ જેહાદના વિરોધમાં ડીસા સજ્જડ બંધ ડીસામાં હિન્દુ સમાજ દ્વારા લવ જેહાદના વિરોધમાં વિશાળ રેલી.
ડીસામાં હિન્દૂ સમાજ દ્વારા લવ જેહાદના વિરોધમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યું માલગઢમાં પરિવારનું ધર્મપરિવર્તન કરી પૈસાની માંગણીને લઈને હિન્દૂ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે જેને લઇને આ મહારેલીમાં આયોજન,
ડીસાના માલગઢ ગામે માળી સમાજના પરિવારનું ધર્મ પરિવર્તન કરી ૨૫ લાખની માગણી કરાતાં પરિવારના મોભીએ આપઘાત નો પ્રયત્ન કર્યા બાદ સમગ્ર માળી સમાજ અને હિન્દુઓમાં રોષ ભભૂકી ઉઠ્યો,
આ મામલે પોલીસે કેટલા આરોપીઓની ધરપકડ પણ કરી પરંતુ ધર્મ પરિવર્તન કરેલ પરિવાર હજુ સુધી મળી ન આવતા માળી સમાજ સહિત સમગ્ર જિલ્લામાં હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી અને ડીસા સહિત સમગ્ર જિલ્લા ભરના લોકો ડીસામાં મહારેલીમાં જોડાયા હતા અને ડીસા બંધના એલાનમાં વિવિધ વેપારીઓએ સમર્થન આપ્યું છે, આ સાથે ડીસા ગંજબજાર ડીસા શાક માર્કેટ અને કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન, કાપડ, સુવર્ણકાર સહિત વિવિધ એસોસિએશન સહિત ધાર્મિક, સામાજિક અને યુવા સંગઠનો, રાજકીય આગેવાનો પણ આ મહારેલીમાં જોડાયા હતાં,
સૂત્રો દ્વારા મળતી છેલ્લી માહિતી મુજબ ડીસામાં લવજેહાદ નો કેસ સામે આવતાં બંધના એલાન અને રેલીમાં જોડાયેલા વ્યકિતઓ અને યુવાનો ઉપર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો.
Report by :- Keyur Thakkar
Ahmedabad
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.