ગુજરાત ની વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન ભીમા ખૂંટી હવે વેસ્ટ ઝોન ની ટીમની કેપ્ટન શીપ પણ કરશે.
આજથી શરૂ થશે ટી 20 વ્હીલચેર ક્રિકેટ ઝોનલ ટૂર્નામેન્ટ.
તારીખઃ 11 થી 14 સુધી ઈન્દોર ખાતે વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન, નોર્થ ઝોન, અને સેન્ટ્રલ ઝોન વશે જામશે જંગ.
ઝોનલ ટૂર્નામેન્ટ એટલે ત્રણ ચાર રાજ્ય મળી ને એક ટિમ બનતી હોય છે. અને ઝોનલ ટીમનુ સિલેક્શન ખેલાડીઓ ના પરફોર્મન્સ ને ધ્યાન મા રાખી ને નેશનલ
સિલેક્શન કમીટી કરતી હોય છે. વેસ્ટ ઝોન ની ટિમ મુમ્બઈ મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણ રાજ્યો ની ટિમો માથી એક ટિમ બનતી હોય છે. ગુજરાત માટે ગૌરવ ની વાત એ છે કે આપણી ગુજરાત ની વ્હીલચેર ક્રિકેટ ટીમ ના કેપ્ટન અને ભારત ની વ્હીલચેર ક્રિકેટ ટીમના ખેલાડી ભીમા ખૂંટી વેસ્ટ ઝોન ની ટીમ ની કેપ્ટનશીપ પણ સમ્ભાડશે તે આપણા ગુજરાત માટે ગૌરવ ની વાત છે. ભીમા ખૂંટી એ હાલ માજ ભીમા ખૂંટી એ માત્ર 54 બોલ મા સદી ફટકારી ને એક નવો કર્તિમાન સ્થાપિત કર્યો છે. દેશ વીદેશ મા પોતાના કાન્ડા નુ કવૈત બતાવી ને ગુજરાત તથા ભારત નુ નામ રોશન કર્યું છે. તો આજથી શરૂ થઈ રહેલી ઝોનલ ટૂર્નામેન્ટ માટે ભીમા ખૂંટી તેમજ વેસ્ટ ઝોન ની ટીમ ને શુભકામનાની વર્ષા વષીૅ રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.