ગુજકેટની પરીક્ષા આગામી તા.૨૩ માર્ચ ૨૦૨૫ના રોજ યોજાશે
ગુજકેટની પરીક્ષા આગામી તા.૨૩ માર્ચ ૨૦૨૫ના રોજ યોજાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ,ગાંધીનગર દ્વારા આયોજીત ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટની ૨૦૨૫ની પરીક્ષા આગામી તા. ૨૩ માર્ચ ૨૦૨૫ના રવિવારના રોજ ૧૦:૦૦ થી ૧૬:૦૦ કલાક દરમિયાન યોજાશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિગ્રી/ ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. ઉમેદવારો માટે, પ્રશ્નપત્રમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતના વિષયો પર આધારિત પ્રશ્નો હશે. જ્યારે ડિગ્રી/ ડિપ્લોમા ફાર્મસી કોર્સ માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાનના પ્રશ્નો હશે. કુલ ૧૨૦ બહુવિકલ્પિય પ્રશ્નો ઉકેલવા માટે ઉમેદવારોને ૧૮૦ મિનિટનો સમય આપવામાં આવે છે.પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી , અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ મધ્યમમાં આપવામાં આવશે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ( ગુજકેટ )ની પરીક્ષા હિંમતનગરની વિવિધ ૧૫ જેટલી શાળાઓના સેન્ટરોમાં તા. ૨૩ માર્ચ ૨૦૨૫ના રોજ યોજાશે. એમ જિલ્લા શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
