ઇલેક્ટ્રીક કેબલ વાયરની ચોરીને અંજામ આપતાં ચાર ઇમોને પકડી કુલ્લે કિ.રૂ. ૧,૯૯,૫૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા - At This Time

ઇલેક્ટ્રીક કેબલ વાયરની ચોરીને અંજામ આપતાં ચાર ઇમોને પકડી કુલ્લે કિ.રૂ. ૧,૯૯,૫૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા


ઇલેક્ટ્રીક કેબલ વાયરની ચોરીને અંજામ આપતાં ચાર ઇમોને પકડી કુલ્લે કિ.રૂ. ૧,૯૯,૫૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ, સાહેબ સાબરકાંઠા નાઓ દ્વારા જીલ્લામાં મિલકત સબંધી ગુન્હાઓનો ભેદ ઉકેલવા તથા ગુન્હા બનતાં રોકવા માટે સુચના આપેલ જે આધારે પો.ઇન્સ. શ્રી એસ.એન.કરંગીયા એલ.સી.બી. નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઈ. શ્રી ડી.સી.પરમાર, એલ.સી.બી. તથા એ.એસ.આઈ દેવુસિંહ, નરસિંહભાઈ તથા હે.કોન્સ. વિનોદભાઈ, કલ્પેશકુમાર, નીરીલકુમાર તથા પો.કો. પ્રહર્ષકુમાર, હિમાંશુ, દર્શન તથા ટેક એ.એસ.આઈ. બી.એમ.પરમાર, એચ.બી.ઝાલા તથા ડ્રા.પો.કો. જતીનકુમાર વિગેરે એલ.સી.બી. શાખાના પોલીસ સ્ટાફની ટીમ બનાવેલ.

ઉપરોક્ત ટીમ આજરોજ હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન સાથેના ટેક એ.એસ.આઈ. એચ.બી.ઝાલા તથા અ.પો.કો.દર્શનકુમાર નાઓને બાતમી હકિકત મળેલ કે " અલગ અલગ જગ્યાએ ખેતરોમાં આવેલ બોર/કુવા ઉપરથી કેબલ ચોરી કરતાં ત્રણ ઇસમો સી.એન.જી.રીક્ષા નંબર GJ09AX7999 માં ચોરીનો મુદ્દામાલ રાખી એક ઇસમને આપવા સારૂ નવી સિવીલથી ગઢોડા રોડ ઉપર તા.હિંમતનગર ખાતે આવેલ છે." જે બાતમી આધારે નવી સિવીલથી ગઢોડા રોડ ઉપર તા.હિંમતનગર ખાતે પહોંચી તપાસ કરતાં ઉપરોક્ત બાતમી મુજબની રીક્ષા મળી આવતાં સદર રીક્ષામાં જોતાં ત્રણ ઇસમો બેસેલ હોય તથા એક ઇસમ રીક્ષાની બહાર ઉભેલ હોય જે ચારેય ઇસમોને પોતાની હાજરી તથા રીક્ષાના કાગળો બાબતે પુછતા કોઇ સંતોષ કારક હકિકત જણાવતાં ન હોઇ જેથી સદરી રીક્ષામાં બેસેલ ઇસમોનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ (૧) મનહરસિંહ પુંજસિંહ કોદરસિંહ રાઠોડ ઉ.વ.૨૬ રહે.માઢા પો.મોયદ તા.પ્રાંતિજ જી.સાબરકાંઠા (૨) અશ્વીનસિંહ ચંપકસિંહ ગુમાનસિંહ રાઠોડ ઉ.વ.૨૪ રહે.માઢા પો.મોયદ તા.પ્રાંતિજ જી.સાબરકાંઠા (૩) રાહુલસિંહ લક્ષ્મણસિંહ કરણસિંહ રાઠોડ ઉ.વ.૧૯ રહે.માઢા પો.મોયદ તા.પ્રાંતિજ જી.સાબરકાંઠાનો હોવાનું જણાવેલ તેમજ રીક્ષાની બહાર ઉભેલ ઇસમનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ (૧) મદનલાલ બાબુલાલજી પ્રજાપતિ ઉ.વ.૨૩ હાલ રહે.પુનમભાઈ પ્રજાપતિના મકાનમાં ભાડેથી શારદાકુંજ સોસાયટી તા. હિંમતનગર જી.સાબરકાંઠા મુળ રહે.કોલાખેડા તા.આમેટ જી.રાજસમંદ રાજસ્થાનનો હોવાનું જણાવેલ સદર મળી આવેલ રીક્ષાની જડતી તપાસ કરતાં રીક્ષામાંથી એક વાદળી કલરની પ્લાસ્ટીકની કોથળી તથા સફેદ કલરની પ્લાસ્ટીકની કોથળી મળી આવેલ જે બન્ને કોથળીઓ ખોલી જોતાં જેમાથી કાળા કલરના ઇલેક્ટ્રીક કેબલ વાયરો મળી આવેલ જેથી સદરી ચારેય ઇસમોની હાજરી તથા તેઓ પાસેથી મળી આવેલ કેબલ વાયર સંબધે પુછતાં રીક્ષામાં બેઠેલ ત્રણ ઇસમોએ જણાવેલ કે, અમો ત્રણેય જણાં બે દિવસ પહેલાં મનહરસિંહ પાસેની રીક્ષા લઇ દાદરડા ગામ તા.તલોદ મુકામે રાત્રીના સમયે ગયેલ અને અલગ અલગ ત્રણેક બોર/કુવાઓ ઉપરથી ઇલેક્ટ્રીક કેબલ વાયરની ચોરી કરેલ અને તે કેબલ વાયરો આજરોજ રાયકાનગર હિંમતનગર ખાતે ભંગારની દુકાનવાળા મદનલાલ બાબુલાલ પ્રજાપતિને ગઢોડા રોડ ઉપર વેચાણ કરવા માટે આવેલ હતાં તે સિવાય અમો ત્રણેય ઉપરોક્ત ચોરી સિવાય નીચે મુજબની ચોરીઓ કરેલ છે.

1. આજથી આશરે નવેક દિવસ પહેલાં મનહરસિંહની સી.એન.જી.રીક્ષા લઇ અમો ત્રણેય જણાં રાત્રીના સમયે આર.ટી.ઓ.ચોકડીથી આગળ જોરાપુર (ખેડાવાડા) ગામ નજીક અલગ અલગ આશરે દસેક બોર/કુવાઓ ઉપરથી

ઇલેક્ટ્રીક કેબલ વાયરની ચોરી કરેલ હતી જે વાયરો અમોએ રાયકાનગર હિંમતનગર ખાતે ભંગારની દુકાનવાળા મદનલાલ બાબુલાલ પ્રજાપતિને વેચાણ આપેલ હતા અને મળેલ પૈસા અમો ત્રણેય સરખા ભાગે વહેચી દીધેલ हता.

2. આજથી આશરે સાતેક દિવસ પહેલાં મનહરસિંહની સી.એન.જી.રીક્ષા લઇ અમો ત્રણેય જણાં રાત્રીના સમયે કાટવાડ નજીક આવેલ હાઇવે હોટલની પાછળ આવેલ એક ટાઇલ્સની બંધ પડેલ કંપનીમાંથી લોખંડના ટુકડાઓની ચોરી કરેલ હતી જે લોખંડ અમોએ રાયકાનગર હિંમતનગર ખાતે ભંગારની દુકાનવાળા મદનલાલ બાબુલાલ પ્રજાપતિને વેચાણ આપેલ હતુ અને મળેલ પૈસા અમો ત્રણેય સરખા ભાગે વહેચી દીધેલ હતા.

3. આજથી આશરે ત્રણેક દિવસ પહેલાં મનહરસિંહની સી.એન.જી.રીક્ષા લઈ અમો ત્રણેય જણાં રાત્રીના સમયે પ્રાંતિજના મેમદપુર ગામ તથા તેના નજીકમાં એમ બે અલગ અલગ જગ્યાઓ ઉપરથી બોર/કુવાઓ ઉપરથી ઇલેક્ટ્રીક કેબલ વાયરની ચોરી કરેલ હતી જે વાયરો આજરોજ રાયકાનગર હિંમતનગર ખાતે ભંગારની દુકાનવાળા મદનલાલ બાબુલાલ પ્રજાપતિને ગઢોડા રોડ ઉપર વેચાણ કરવા માટે આવેલ હતા.

સદર પકડાયેલ મદનલાલ બાબુલાલજી પ્રજાપતિ નાઓની પુછપરછ કરતાં જણાવેલ કે, "હું પકડાયેલ ઇસમો પૈકી મનહરસિંહ પુંજસિંહ રાઠોડને ઓળખુ છુ અને આજરોજ તેની પાસેથી ચોરીના કેબલ વાયર લેવા માટે ગયેલ અને તે સિવાય અગાઉ મનહરસિંહે તથા તેની સાથે પકડાયેલ બે ઇસમોએ અગાઉ છએક દિવસ પહેલાં ચોરીના કેબલ ને આમેલ તે પોતાની ગમહાનગર ખાતે આવેલ પાડી ભંગારની દડાને સંતાડીને સખેલ કોવા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image