બોટાદ જિલ્લાનાં લાઠીદડ ખાતે રવિ કૃષિ મહોત્સવ–2024 કાર્યક્રમ યોજાયો
(અસરફ જાંગડ)
રવિ કૃષિ મેળામાં ભાગ લેનારા ધરતીપુત્ર રાવતભાઇ ખાચરને સન્માન પત્રથી પુરસ્કૃત કરાયા સરકારના સહયોગથી આત્મા પ્રોજેક્ટ દ્વારા સતત પ્રોત્સાહન મળતું રહ્યું છે જેના પરિણામે હું પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો : રાવતભાઈ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે માર્ગદર્શન મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં ખેડૂતલક્ષી વિવિધ સહાયકારી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવે છે. ત્યારે તેના ભાગરૂપે બોટાદ જિલ્લાનાં લાઠીદડ ખાતે રવિ કૃષિ મહોત્સવ – 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોટાદ તાલુકાના નાના છૈડા ગામના ખેડૂત શ્રી રાવતભાઈ ખાચરે ભાગ લીધો હતો અને તેમના અનુભવો વ્યક્ત કર્યા હતા. “હું તમામ ખેડૂતોને અનુરોધ કરું છું કે આપણે સૌ પ્રાકૃતિક ખેતી અપનાવીએ, અને જેમ બને એમ ઝેરમુક્ત ખેતી કરવા તરફ આગળ વધીએ તે અત્યારના સમય માટે ખૂબ જરૂરી છે.”
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.