ભક્તકવિ નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલય દ્વારા ડો એ કે સિંધ સાહિત્ય ક્લબ નું ઉદ્ધાટન કરાયું
ભક્તકવિ નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલય દ્વારા ડો.એ.કે.સિંઘ સાહિત્ય ક્લબનું ઉદઘાટન કરાયુ
શિક્ષણનું લક્ષ્ય માત્ર પાઠ્યક્રમનું અધ્યયન જ નથી પરંતુ તેના દ્વારા માનવ જીવનને બહેતર અને ઉન્નત બનાવવું એ છે. : પ્રો.(ડો.) અતુલભાઇ બાપોદરા કૂલપતિ
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા આજે દિવંગત ડો. એ.કે.સિંઘની સ્મૃતિ ઉજાગર બની રહે અને તેમનાં જીવપથને અનુસરી સાહિત્યક્ષેત્રે અભ્યાસુઓને પથદર્શન મળી રહે એવા શુભાષયથી ડો. એ.કે.સિંઘ લીટરરી ક્લબનું ઉદઘાટન ઐારો યુનિ.નાં ડો. કીરણ એ. સિંહ દ્વારા કરવામાં આવ્યુ હતુડિઝીટલ સંચાર પ્રણાલીનાં સથવારે યોજાયેલ કાર્યક્રમનાં અધ્યક્ષ અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કૂલપતિ પ્રો.(ડો.) અતુલભાઇ એચ.બાપોદરાએ દિવંગત ડો. એ.કે.સિંઘને શ્રધ્ધાસૂમન અર્પણ કરી તેમનાં શિક્ષણક્ષેત્રે થયેલ પ્રેરણાસભર પ્રદાનને બિરદાવતા જણાવ્યુ હતુ કે “શિક્ષણ જ્યારે વ્યક્તિની અજોડ અને અદ્વિતીય નિજતાનું સત્ય સ્વીકારશે ત્યારે"જીવંત કેળવણી થકી યુવાછાત્રોમાં સ્વતંત્ર વિવેક શક્તિનો વિકાસ થશે. વિદ્યાર્થીઓમાં જેટલી ક્ષમતા પ્રાપ્ત કરવાની ગુંજાશ હોય તેટલી ક્ષમતાઓ તે પરંગતતાના સ્તરે સિદ્ધ કરે તો બાળકની બૌદ્ધિક અને નૈતિક શક્તિનો મહત્તમ વિકાસ થાય છે. શિક્ષણનું લક્ષ્ય માત્ર પાઠ્યક્રમનું અધ્યયન જ નથી પરંતુ તેના દ્વારા માનવ જીવનને બહેતર અને ઉન્નત બનાવવું એ છે.આજે યુનિ.નાં અંગ્રેજી ભવન દ્વારા ડો. એ.કે.સિંઘ લીટરરી ક્લબનો પ્રારંભ થવો એટલે અનુભવની જ્ઞાનસરીતાનાં તટે જ્ઞાનપિપાષાની તૃષ્ણાં સંતોષવી, આ તકે શિક્ષણક્ષેત્રે ઊંડુ ખેડાણ અને દુર્લભ સાહિત્યનો ખજાનો પિરસી જનાર ડો. સિઘનાં જીવનપથને ભક્તકવિ નરસીંહ મહેતા યુનિ.નાં વિદ્યાર્થીઓ માટે ઉપયોગથી થાય તેવા આયોજન માટે અંગ્રેજી ભવનનાં પ્રા.(ડો.) ફીરોઝ શેખ અને તેમની ટીમ અભિનંદનીય છેઆ તકે સૈારાષ્ટ્ર યુનિ.નાં અંગ્રેજી ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો.(ડો.) રવિ ઝાલાએ ડો. એ.કે.સિંઘનાં જીવન પ્રસંગોની વાત કરતા જણાવ્યુ હતુ કે ભારતીય જ્ઞાન પ્રણાલીઓ ( IKS ), અથવા ભારતીય જ્ઞાન પરંપરાને 'ચેતના અને સુખાકારીનો પરિચય' કહેવામાં આવે છે ત્યારે ડો. એ.કે.સિંઘ દ્વારા થયેલ શિક્ષણલક્ષી ખેડાણ અને સંકલીત ગ્રંથો/પુસ્તકો ઊપયોગી પુરવાર થશે. ડો. ઝાલાએ તેમનાં વ્યાખ્યાનમાં ડો. એ.કે.સિંઘનાં શિક્ષણક્ષેત્રે કાર્યપ્રદાનને બિરદાવ્યુ હતુ.AURO Uni. સૂરતનાં એડવાઈઝર SAILC Dr. કિરણસિંઘે ભક્તકવિ નરસીંહ મહેતા યુનિ. દ્વારા ડો. એ.કે.સિંઘ લીટરરી કલબનાં ઉદઘાટક તરીકે જે કાર્યપ્રદાન કર્યુ તેનો ઋણાનુભાવ વ્યક્ત કરી જણાવ્યુ હતુ કે ડો. એ.કે.સિંધની જન્મભુમિ ઉત્તરપ્રદેશ અને કર્મભુમિ ગુજરાત રહી છે. ક્રિકેટ અનેુ રમત-ગમત પરત્વે રસઋચિ ધરાવનાર ડો. સીંઘનાં દાદા સંગીતનાં તજજ્ઞ હતા, ઉચ્ચશિક્ષણ આગ્રાથી મેળવી, ડો. શફીનાં માર્ગદર્શનમાં પીએચ.ડી.માં શોધ પુર્ણ કરી મધ્યપ્રદેશ અને ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે અનેરૂ કાર્ય કરનાર અને પોતાનાં રચેલા-લખેલા ગ્રંથોની હોમ લાયબ્રેરીની મુલાકાત માટે ભક્તકવિ નરસિ;હ મહેતા યુનિ.નાં છાત્રો માટે ઉપયોગી બની રહેશે. ડો. સિંઘ મોબાઇલનાં વપરાશને બદલે અખબારો-મેગેજીન અને પુસ્તક વાંચનમાં વધુ રસ ધરાવતા હતા. તેણીએ તલગાઝરડાનાં અસ્મિતા પર્વ, ગંગા-સતિનાં ભજનો અને ચિદાનંદ સરસ્વતિનાં જીવનનો ડો. એ.કે.સિંઘ પર પ્રભાવ બાબતે વાત કરી હતી.કાર્યક્રમનાં પ્રારંભે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં અંગ્રેજી વિભાગનાં વડા પ્રો.(ડો.) ફિરોઝ શેખે પોતે પોતાનાં જીવનમાં ડો. એ.કે.સિંઘ પાસેથી મેળવેલ જ્ઞાન પરત્વે આદરભાવ વ્યક્ત કરી જણાવ્યુ હતુ કે ઉચ્ચ કેળવણીનો પાયો રખે ભૂલીએ કે પ્રાથમિક કેળવણીથી શરૂ થાય છે. આ વાત ડો. એ.કે.સિંઘનાં જીવમાં શીખવા મળી છે. સાહિત્યએ લેખિત કૃતિઓનો ઉલ્લેખ કરે છે જે કલાત્મક અથવા બૌદ્ધિક મૂલ્ય ધરાવે છે. શૈક્ષણિક અભ્યાસક્રમમાં ઘણીવાર ભાષા કૌશલ્ય, વિવેચનાત્મક વિચારસરણી અને સાંસ્કૃતિક સમજણ વધારવા માટે સાહિત્યિક કૃતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. જે આજે જ્ઞાનપરબનાં રૂપે ડો.એ.કે.સિંઘ સાહિત્યકલબનું ઈનોગ્રેશન થતા તૃષ્ણાં સંતોષશે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને કાર્યક્રમનાં અંતે આભાર દર્શન એમ.એ. સેમ-૨ની વિદ્યાર્થીની કુ. દિશા એચ. ટોળીયાએ કર્યુ હતુ. કાર્યક્રમને સયળ બનાવવા ડો. ઓમ જોષી સહિત શોધ સ્કોલર્સ છાત્રોએ સહયોગ પુરો પાડ્યો હતો.
રિપોર્ટ અસ્વિન પટેલ જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
