જલારામ શેરીમાં વ્રજ ઈલેકટ્રોટ્રેડ દુકાનમાંથી રૂ.1.04 લાખની ચોરી - At This Time

જલારામ શેરીમાં વ્રજ ઈલેકટ્રોટ્રેડ દુકાનમાંથી રૂ.1.04 લાખની ચોરી


જલારામ શેરીમાં વ્રજ ઈલેકટ્રોટ્રેડ દુકાનમાંથી રૂ.1.04 લાખની ચોરીનો બનાવ સામે આવતાં ગાંધીગ્રામ પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો હતો.મહિલા સહિત બે શખ્સો સીસીટીવીમાં કેદ થયાં હતાં.
બનાવ અંગે મહેશભાઇ પ્રવિણભાઈ અકબરી (ઉ.વ.39) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ યુનીવર્સીટી રોડ જલારામ શેરી નં.2 જાનકી માર્ગ પિજા કન્ટ્રીવાળી શેરીમાં વ્રજ ઈલેકટ્રોટ્રેડ નામે દુકાન ચલાવે છે, આ દુકાનની માલિકી તેમના પત્ની જોશનાબેન અને મિત્ર હશમુખભાઈ સોજીત્રાની છે.
ગઇ તા.30/03/2025 ના રવિવાર હોવાથી બપોરના સમયે તેઓ દુકાનનો અંદરનો દરવાજો લોક કરી બંધ કરેલ અને બહારના દરવાજાને આગળીયો મારી ઘરે જતાં રહેલ હતાં.
ત્યારે બાદ બિજા દિવસે સવારમા આઠેક વાગ્યાના અરસામા દુકાને આવીને જોયુ તો દુકાનનો બહારનો દરવાજો ખુલ્લો હતો અને દુકાનના ફળીયામા રહેલ બધો સામાન વેરવિખેર પડ્યો હતો.
જોયુ તો દુકાનના ફળીયામાથી 16 સ્કવેર એમએમનો કોપરનો ફ્લેક્ષીબલ કેબલ 500 મીટર રૂ.83,554 તથા 10 સ્ક્વેરનો કોપરનો ફ્લેક્ષીબલ કેબલ 200 મીટર રૂ.21,444 નો મુદામાલ કોઇ લઇ ગયેલ હોવાનું સામે આવ્યું હતું.
જેથી આજુબાજુ તપાસ કરેલ પણ કેબલ મળેલ નહીં જેથી દુકાનના ફળીયામા રાખેલ રૂ.1.04 લાખનો કેબલ કોઈ અજાણ્યાં શખ્સો ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ આદરી હતી. સીસીટીવી ફુટેજમાં એક મહિલા સહિત બે શખ્સ દેખાતા તેના આધારે પણ તપાસનો ધમધમાટ આદર્યો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image