વારંવાર બનતી દુષ્કર્મ ની ઘટના ને ટાળવા નો આધ્યાત્મિક ઉપાય એટલે બાલિકા પૂજન
ગોધરા
આજ રોજ એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા દ્વારા આયોજિત શેરી ગરબા સંવર્ધન સમિતિ એ પોલીસ હેડ ક્વાર્ટરસ્ માં ગરબા ની માડવડી માં માતાજી ની આરતી ઉતારી હતી. ત્યાર બાદ નાની નાની બાલિકાઓ ના પૂજન અર્ચન નો અર્થ પૂર્ણ કાર્યક્રમ કરવા માં આવ્યો હતો, જેમાં તમામ બાલિકાઓ ને ખુરશી પર બેસાડી ને તેમના પગ પાસે શેરી ગરબા સંવર્ધન સમિતિ ના અધ્યક્ષ સાથે બધા સભ્યો બેઠા હતા. પછી તમામ બાળકીઓ ના પગ પાણી થી ધોયા હતા નેપકીન થી લુછી બાલિકાઓ ને કંકુ ના ચાલ્લા કરી અક્ષત અર્પણ કરવામાં આવ્યા હતા, તેમને પગે લાગવા માં આવ્યા અને લહાણી માં થાળી વાડકી ચમચી ગ્લાસ આપવા માં વાવ્યા, ફૂલ ના હાર પહેરાવ્યા અને બ્રાહ્મણ દ્વારા મંત્રોચાર કરી પૂજન પૂર્ણ કર્યું હતું.
ત્યાર બાદ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સર, ડી વાય એસ પી એન વી પટેલ નગર પાલિકા પ્રમુખ જયેશ ચૌહાણ ની ઉપસ્થિત માં સમિતિ ના અધ્યક્ષ આશિત ભટ્ટે જણાવ્યું કે આપણે રોજ સવારે પેપર વાચવા બેસીએ ત્યારે મન વિચલિત થઈ જાય છે રોજે રોજ બહેન દીકરી માતા ઓ ઉપર દુષ્કર્મ ના સમાચારો વાચી ને. ત્યારે સવાલ થાય આવું કેમ ? તેને કઈ રીતે આપણે રોકી શકીએ. તો પહેલું તો સખત કાયદા થી ગુનેગાર ને સજા કરવી જોઈએ જે જોઈ બીજો કોઈ વ્યક્તિ આવું સાહસ નાં કરે, પરંતુ ફાંસી ની સજા ના ચુકાદા પેપર માં આવ્યા પછી પણ આ ઘટનાઓ ચાલું રહે છે ત્યારે એક બીજો ઉપાય છે આધ્યાત્મિક દ્વારા અને એ એટલે બાલિકા પૂજન. બાલિકા પૂજન ગોધરા ના તમામ ગરબા મંડળો ને કરવા સમિતિએ આહ્વાન કર્યું છે અને ગરબા મંડળો કરી રહ્યા છે. બાલિકા પૂજન કરવાથી વ્યક્તિ ની દ્રષ્ટિ બદલાય છે બાલિકા માં એ નવદુર્ગા ના દર્શન કરે છે, જેથી માં બહેન દીકરીઓ આપો આપ સુરક્ષિત બને છે, તેમની રક્ષા કરવા નો એક ભાવ ઊભો થાય છે અને આપણું ગોધરા શ્રેષ્ઠ બને છે. બાલિકા પૂજન એ ભક્તિ તો છે જ પણ તે દ્રષ્ટિ બદલવાનું, નજરિયો બદલવાનું પણ કામ કરે છે.
કાર્યક્રમ માં મિતેષ પટેલ, ડાહ્યાભાઈ, કાંતિભાઈ, દિનેશભાઈ,કંદર્પ ભાઈ,પલ્લવભાઈ,દેવેશભાઈ, જયેશભાઈ, જ્ઞાનેશ ગોડબોલે વિગેરે એ કાર્યક્રમ ને સફળતા અપાવી હતી.
રીપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.