યંગ જાયન્ટસ બોટાદ દ્વારા લોકોને ગરમીમાં રાહત મળી રહે તે માટે નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ કરાયું
યંગ જાયન્ટસ બોટાદ દ્વારા લોકોને ગરમીમાં રાહત મળી રહે તે માટે નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ કરાયું
જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા આ ઉનાળાની કાળજાળ ગરમીથી લોકોને રાહત આપી શકે તે હેતુ થી તા.૫/૫/૨૪ રવિવાર ના રોજ દીનદયાળ ચોક બોટાદ ખાતે રાહદારીયો તથા વટેમાર્ગુઓને શિતલ છાસનુ વિતરણ સ્વ.ત્રબક લાલ ચત્રભુજ મોદી પરિવારના સૌજન્યથી કરવામાં આવેલ.જેમા ૧૦૦૦ થી વધુ લોકોએ ઠંડી છાશ પીય ને ધોમ ધગતા તાપમા હાશકારો અનુભવેલ.આ પ્રસંગે યંગ જાયન્ટસ બોટાદ ના પ્રેસિડેન્ટ કુલદિપ વસાણી, સેક્રેટરી બ્રિજ દાણી , અંકિત ગોપાણી ,જાયન્ટ્સ ફેડરેશન ૩/બી પ્રેસિડેન્ટ કેતન ભાઈ રોજેસરા,જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા વગેરે હાજર રહેલા.
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.