સાણંદના અણદેજ ગામે ખાખરીયા ટપ્પા વિસ્તારમાં નિકાહ અને ઉમરાહ માટેની એક અનોખી પહેલ કરવામાં આવશે
અમદાવાદમાં સાણંદના અણદેજ ગામે ખાખરીયા ટપ્પા વિસ્તારમાં નિકાહ અને ઉમરાહ માટેની એક અનોખી પહેલ કરવામાં આવશે.
આ પ્રસંગે અણદેજ મુકામે શબાનાબેન ફાર્મ હાઉસ ખાતે મુલાકાત અને ગેબનશાહ બાવાની દરગાહ ખાતે દાવતે આમ પ્રોગ્રામનું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
આ શુભ અવસરને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ સમારોહમાં ઉલમાઓ, પીરે તરીકત દાદાબાપુ રૂપાલ , પીરે તરીકત નિઝામુદ્દીન બાવા સાણંદ, સૈયદ અહેસાન બાપુ, અશરફભાઈ હાજી નબીભાઈ ખોખર પરિવાર,સામાજિક કાર્યકરો,અગ્રણીઓ, ગ્રામજનો સહિતના ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો.
ખાસ કરીને વાત કરીએ તો અણદેજમાં મુસ્લિમ સમાજના ખોખર પરિવારમાં અસરફભાઈ હાજી નબીભાઈ 14 સભ્યો સાથે ઉપક્રમે આગામી 31મી જાન્યુઆરીના રોજ ઉમરાહ અર્થે મક્કા શરીફ જઈ રહ્યા છે ત્યારે સૌપ્રથમ મદીના શરીફની પવિત્ર ધરતી પર અશરફભાઈ ના સુપુત્ર આસિફ હમરાહ મહેફુજાબાનું ના નિકાહ પઢાવવામાં આવશે અને ત્યારબાદ મક્કા શરીફમાં ઉમરાહ ના અરકાન પૂર્ણ કરશે.
મહત્વની વાત તો એ છે કે ઇસ્લામ ધર્મમાં મક્કા અને મદીના શરીફ પવિત્રધામ છે અને આ પવિત્ર જગ્યાએ નિકાહ ખ્વાની થતી હોય તો ખરેખર તે દુલ્હા દુલ્હન અને તેમના પરિવારજનોની ખુશ કિસ્મત માનવામાં આવે છે.
જ્યારે દેશભરમાં લોકો લગ્નમાં ખૂબ મોટા પ્રમાણમાં બિન જરૂરી રૂપિયા ખર્ચ કરતા હોય છે એવા લોકો માટે ખાસ કરીને પ્રેરણાદાયક છે.
*✍🏻.. એટ ધીસ ટાઇમ ન્યુઝ ફઝલખાન પઠાણ સાણંદ અમદાવાદ 📹..*
9904201386
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.