માળીયા હાટીના તાલુકાના જામવાડી ગ્રામજનોએ વિધાનસભા ચુંટણીનો સામૂહિક બહિષ્કારની ચીમકી સાથે આવેદન પત્ર પાઠવ્યુ
માળીયા હાટીના તાલુકાના જામવાડી મુકામે સીમતળમાં ખેડુતોએ લોકફાળો કરીને નદી પર ૧ મીટર સુધી ઉંચાઈનો પુલ બનાવવાનો હતો,તે પુલ ૧ મીટર ઉંચાઈને બદલે ૧૨ ફુટ જેટલો ઉંચો સરપંચના સહમતિ વગર બનાવી દીધેલ છે. જેથી આજુબાજુ ની જમીન વાળા ખેડુતોના ખેતરો ધોવાઈ જવાની કાયમી ભીતી રહે છે.આ બાબતે એકઝી. મેજી. ને અવાર નવાર લેખિત તથા મૈખિક જાણ કરેલ. છતા પણ મામલતદાર કે નાયબ કલેકટર કોઈ પણ પ્રકારની કામગીરી પૂલની ઉંચાઈ ઘટાડવા બાબતે કરેલ નથી. તથા જયારે પણ આ બાબતે કચેરીમાં જાણ કરીએ ત્યારે થોડા દીવસમાં થઈ જાશે એવો જવાબ મળે છે.તથા વારંવાર પંચરોજકામ કરવા મામલતદાર તથા ડે.કલેકટર આવેલ હતા પરંતુ કોઈપણ જાતના એકશન નલેતા જામવાડી ગ્રામજનો દ્વારા અને આગેવાનો દ્વારા માળીયા હાટીના મામલતદારને આવેદન પત્ર પાઠવી જામવાડી ગ્રામજનોએ વિધાનસભા ચુંટણીનો સામૂહિક બહિષ્કાર કરશે તેવું આવેદન પત્ર પાઠવેલ
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.