ક્રેડિટ કાર્ડની લોન ભરપાઇ ન કરી શકતા યુવાને ઝેરી દવા પીધી, સુસાઈડ નોટ આધારે પોલીસની તપાસ
રાજકોટ શહેરના ગાંધીગ્રામ અંજલી પાર્ક 2માં રહેતા રાજેશભાઈ ગાંડુભાઈ બોરીચા (ઉ.48)એ ગત રાત્રિના ઝેરી દવા પી પોતાના રૂમાં સુઇ ગયા હતા. આજે સવારે યુવાન રૂમ બહાર ન નીકળતા તેમના પુત્રએ ઉઠાજવા જતાં ઝેરી દવા પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. જોકે, તાત્કાલિક સારવાર અર્થે તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જાણ કરતા ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. મૃતક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમણે જુદા જુદા અલગ અલગ ક્રેડિટ કાર્ટમાંથી અંદાજીત 2 લાખ જેટલી લોન લીધી હતી. જેની રીકવરી માટે ક્રેડિટ કાર્ડના રીકવરીમેન ફોનમાં વારંવાર ધમકીઓ આપતા હોવાથી કંટાળીને પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.