વલ્લભીપુર મા માનવ સેવા ગ્રુપ આયોજિત 49 મો ભવ્ય ફ્રી નેત્ર નિદાન કેમ્પ તથા આર્યુવેદીક કેમ્પ યોજાયો.... - At This Time

વલ્લભીપુર મા માનવ સેવા ગ્રુપ આયોજિત 49 મો ભવ્ય ફ્રી નેત્ર નિદાન કેમ્પ તથા આર્યુવેદીક કેમ્પ યોજાયો….


તારીખ 28.1.2025 ને મંગળવાર ના રોજ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના સહયોગથી તેમજ શિહોર મોંઘીબા ની જગ્યાના મહંત શ્રી 1008 જીણારામજી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન અનુસાર ને માનવ સેવા ગ્રુપ વલ્લભીપુર આયોજિત ને જીવરાજભાઈ લખમણભાઇ ગુજરાતી ( ગુજરાતી પરીવાર તરફથી )વલભીપુરમાં આવેલ શ્રી વાધાસ્વામી માહારાજ ની જગ્યા ( પાટીવાડા વિસ્તાર મા ) સવારે 8.30 થી 12.30 વાગ્યાં દરમિયાન ભવ્ય ફ્રી નેત્ર નિદાન કેમ્પ તથા આર્યુવેદીક કેમ્પ યોજાયો તેમાં આંખની તપાસ મા 200 થી વધારે દર્દી એ લાભ લીધો ને 50 દર્દી ને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા ને આંખના નંબર ની તપાસ મા 70 થી વધુ દર્દી ને પરેશભાઈ ડાભી દ્વારા નિઃશુલ્ક નંબર ની તપાસ કરી રાહતદરે ચશ્મા નું વિતરણ કરવામાં આવ્યું ને આર્યુવેદીક કેમ્પ મા ડો નિલેશભાઈ વાઢેર સાહેબ દ્વારા તમામ રોગ ની તપાસ ફ્રી કરી આપી 50% રાહતદરે આર્યુવેદીક દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું સાથે સાથે આ કેમ્પ મા સંત સ્વેયા નાથ મંદિર ના મહંત શ્રી શંભુનાથજી બાપુ ( ધારાસભ્ય શ્રી ) એ પધરામણી કરી આર્શીવાદ પાઠવ્યા ને નીતિનભાઈ ગુજરાતી.પ્રદ્યુમ્નસિંહ ગોહિલ.નામદેવસિંહ પરમાર. દિલીપભાઈ શેટા હાર્દિકસિંહ ચૌહાણ. અજયભાઇ એ હાજરી આપી અને દાતા શ્રી દ્વારા કેમ્પ મા આવનાર તમામ લોકો માટે આર્યુવેદીક ઉકાળો.ચા કોફી ને મોતિયાના ઓપરેશન મા જનાર દર્દી માટે જમવાની વ્યવસ્થા પણ કરેલ તે બદલ માનવ સેવા ગ્રુપ ના નિકુંજભાઈ લંગાળીયા. રામજીભાઈ કાલાણી. રાજેન્દ્રસિંહ ગોહિલ. નારશંગભાઈ મોરી ને પ્રતિકભાઈ કાલાણી. મુકેશભાઈ નાથાણી. કિરીટભાઈ ડોડીયા. ઓમભાઈ એ દાતાશ્રી નો. ગામજનો નો.મહેમાન શ્રી નો.પત્રકાર ને મીડિયા કર્મી નો આભાર વ્યક્ત કરેલ...


7016624040
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image