ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકામાં તાલુકા પંચાયત કચેરીમાં રખડતા કુતરાનાં ધામા ઝેરી મધનાં ધામા કચેરીનાં અધિકારીને લીલા લહેર - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકામાં તાલુકા પંચાયત કચેરીમાં રખડતા કુતરાનાં ધામા ઝેરી મધનાં ધામા કચેરીનાં અધિકારીને લીલા લહેર


તા:5 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકામાં તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા પંચાયત કચેરીનાં અધિકારીઓની બેદરકારી સામે આવી છે હાલ અત્યારે તાલુકા પંચાયત કચેરીની એક પ્રેસ પ્રતિનિધિ તરીકે મુલાકાત કરતાં અનેક સવાલો સામે આવ્યાં હતાં હાલ વિદ્યાર્થીઓને વેકેશન હોવાનાં કારણે અનેક વિદ્યાર્થીઓ જાતિનાં દાખલા અને ક્રિમિલિયર કઢાવવા માટે સર્વરડાઉન હોવાનાં કારણે અરજદારને અનેક ધક્કા ખાવા પડે છે એવી બેદરકારી પણ અધિકારીઓની સામે આવી છે તાલુકા પંચાયત કચેરીમાં કરોડો રૂપિયાનાં ખર્ચએ ઊભી કરેલી તાલુકા પંચાયતમાં રખડતા કુતરાઓએ ધામા નાખ્યા હતાં અત્યારે ટ્રાફિક હોવા છતાં પણ અધિકારીઓ આ રખડતા કૂતરાને હંકારવા માટેની પણ તસતી અધિકારીઓ લેતા નથી જો ક્યારેક ત્યાં આવતાં અરજદારોને આ કુતરા કરડશે ત્યારે જવાબદાર અધિકારી કોણ હશે ??? એવાં પણ અનેક સવાલો ઊભા થયા હતાં

જ્યાં તાલુકા પંચાયત કચેરીનાં ગેટ ઉપર ત્રણથી ચાર ખતરનાક ઝેરી માંખીનાં મધપુડા પણ જોવા મળે છે જ્યારે આ ઝેરી મધમાખી આંતક મચાવશે ત્યારે અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ જશે એવા પણ અનેક સવાલો અરજદારો પાસેથી જાણવા મળ્યા હતાં ત્યારે હવે પછી અધિકારીઓ બેદરકારી દૂર કરીને આ રખડતા કૂતરાનું અને ઝેરી માંખીથી લોકોનેં બચાવશે ??? એવાં પણ અનેક સવાલો લોકો માં ઉભા થયાં છે અને જો આ રાજય સરકાર સુધી આ સમાચાર ફરતાં થશે તો સરકાર અધિકારી ઓની બેદરકારી સામે કાર્યવાહી કરશે એવા પણ અનેક સવાલો ઉભા થયાં છે તાલુકા પંચાયત કચેરી નહીં પણ કચેરી ધર્મશાળા હોય એવું લાગી રહ્યું હતું હવે મધપૂડા અને રખડતાં કુતરાં થી કોણ બચાવશે અને લોકોને માટે સરકાર પણ શું નિર્ણય લેશે એ તો આવતા સમયમાં જ જોવા મળશે આવું કચેરી માં આવતાં લોકો પાસેથી જાણવા મળ્યું છે અને આ રખડતાં કુતરા અને મધપૂડાને હટાવે એવી અરજદારોએ ઉગ્ર માંગણી કરી હતી

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
8780138711


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.