આધોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા શ્રી કન્યા પ્રા. શાળા ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નું આયોજન કરવામાં આવ્યું
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આધોઈ - ત્રણ સબ સેન્ટર ના વિસ્તારની શ્રી કન્યા પ્રાથમિક શાળા મા એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું.
જે તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ તેમજ પી.એચ.સી અધોઇ ના મેડિકલ ઓફિસર ડૉ. રોશન બલાત ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમા પી એચ સી ના મેડિકલ ઓફિસર ડો. રોશન બલાત ,એડ઼ોલેસન્ટ કાઉન્સિલર કિરેન પાતર, સી એચ ઓ. કાજલબેન નીલકંઠ એ. એન. એમ. સ્નેહલબેન , આશવર્કર તેમજ શાળાના આચારયશ્રી સુરેશ પટેલ તેમજ તમામ સ્ટાફ ગણ અને આશા બહેનો હાજર રહ્યા હતા.
જેમાં ન્યુટ્રીશન જેમાં ખોરાક ના છ ઘટકો તેમજ આઈ.એફ. એ ગોળી વિશે વિસ્તૃત માં માહિતી આપી હતી.આયર્ન (ફેરસ ફ્યુમરેટ, ફેરસ ગ્લુકોનેટ, ફેરસ સલ્ફેટ) નો ઉપયોગ એનિમિયા (લાલ રક્ત કોશિકાઓની સામાન્ય સંખ્યા કરતા ઓછી) ની સારવાર અથવા અટકાવવા માટે થાય છે જ્યારે ખોરાકમાંથી આયર્નની માત્રા પૂરતી ન હોય. આયર્ન એ એક ખનિજ છે જે આહાર પૂરક તરીકે ઉપલબ્ધ છે.... અને ગોળી નું વિતરણ કરવામાં આવ્યું હતું અને લીલા પાંદડા વાળા શાકભાજી તેમજ સીઝન મુજબના ફળો ખાવા અંગે સમજણ આપવામાં આવી તેમજ વર્ષમાં બે વખત કૃમિનાશક ગોળી લેવાથી થતા ફાયદા વિશે માહિતી આપી સાથે સાથે બહારના જંક ફૂડ નખાવા અંગે સમજાવેલ આ કાર્યક્રમ અંતર્ગત દરેક કિશોરી નું વજન ,ઉંચાઇ કરવા માં આવ્યું હતું. અને સાથે અલ્પાહાર આપી ને કાર્યક્રમ ને પૂર્ણ કરવા માં આવ્યો હતો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ તેમજ શાળા ના સ્ટાફ ગણ અને સબ સેન્ટર ના તમામ સ્ટાફ એ સહયોગ આપ્યો હતો.
રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો-9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.