સાયલાની વિઝન સાયન્સ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ
સાયલાની વિઝન સાયન્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાનાં બાળકો દ્વારા દેશભક્તિના ગીતો પર અદભૂત ડાન્સ અને નાટક તથા એકપાત્રીય અભીનય રજૂ કરવામાં આવેલ તેમજ અલગ અલગ વેશભૂષામાં પોતાનું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું. જે કાર્યક્રમમાં સાયલા તાલુકાના પત્રકાર મિત્રોએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સાયલાની વિઝન સાયન્સ ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલક બુટેશભાઈ સભાણી તથા અંકિતભાઈ જેસડીયા ના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા બાળકોને વેશભૂષા અભિનય માટે ખુબ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
