હિંમતનગર પાલિકાની સા.સભાની બેઠકમાં દબાણોની હપ્તાખોરીનો મામલો ઉછળવાની સંભાવના
નગરપાલિકાની નવી કમિટિઓની રચનાનું કાઉન્ટડાઉન શરૂ થયુ છે ત્યારે, સોમવારે સામાન્ય સભામાં જાહેરાત થવાની સંભાવના છે.
શહેરની સિનેમા વાવ પાસેની જગ્યામાં છ લાખ લિટરનો સમ્પ અને પમ્પિંગ રૂમ બનાવવાનો નિર્ણયે લેવામા આવી શકે છે.
હિંમતનગર નગરપાલિકાની અલગ-અલગ કમિટીઓની સવા વર્ષની મુદત પુરી થઈ જતાં સોમવારે યોજાનાર સામાન્ય સભામાં નવી કમિટીઓની રચનાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખની હાજરીમાં ગુરુવારે સાંજે સંકલનની બેઠક યોજવામા આવી હતી. જેમાં મહદંશે નિર્ણય લેવાઈ જનાર હોવાનું મનાઇ રહ્યું છે. શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ખુલ્લેઆમ વેચાણ અને ઉપયોગ તથા જાહેર માર્ગો પરના ચલિત દબાણની હપ્તાખોરીનો મામલો ઉછળવાની પણ પુરેપુરી સંભાવના છે.
સોમવારે યોજાનાર સામાન્ય સભામાં શહેરની સિનેમા વાવ પાસેની જગ્યામાં છ લાખ લિટરનો સમ્પ અને પમ્પિંગ રૂમ તથા મહેતાપુરા સિદ્ધાર્થ નગર ખાતે 9 લાખ લિટરનો સમ્પ અને પમ્પિંગ રૂમ બનાવવા નિર્ણય લેવામાં આવનાર છે.
આ સિવાય છેલ્લી સામાન્ય સભામાં નગરપાલિકાની માલિકીની દુકાનો ગલ્લાં કેબિનો ઓટલાના ભાડામાં વધારો કરવાનું મુલતવી રાખવામાં આવ્યું હતું. પરંતુ સોમવારે યોજાનાર સામાન્ય સભામાં ભાડાનો દર વધારવા નિર્ણય લેવાઈ જનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
પાલિકા વિરોધ પક્ષના નેતા ઇમરાન ભાઈએ જણાવ્યું કે શહેરના જાહેર માર્ગો પરના ચલિત દબાણો ટ્રાફિકની કાયમી સમસ્યા સર્જી રહ્યા હોવા છતાં અગમ્ય કારણોસર દૂર કેમ કરાતા નથી અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ અને વપરાશ કરતાં વિરુદ્ધ નક્કર કાર્યવાહી કેમ નથી થતી તે મામલે પાલિકા સત્તાધીશો સાથે ચર્ચા કરી પમ્પિંગ સ્ટેશનની મોટર ઉતારી દીધા બાદ બહાર કાઢવાની વ્યવસ્થા રાખવાનું જે તે સમયે કેમ આયોજન ન કરાયું અને હવે ફરીથી નવું ટેન્ડર કરી બેદરકારી દાખવવા સહિત શહેરી વિસ્તારમાં રખડતાં કૂતરાંઓના નિયંત્રણ માટે 15 લાખની ગ્રાન્ટ આવવા છતાં વિલંબ કેમ થઈ રહ્યો છે સહિતના મુદ્દાઓની પણ ચર્ચા પણ કરવામાં આવનાર છે.
હિંમતનગર પાલિકા દ્વારા 50 લાખના ખર્ચે શહેરના જાહેર માર્ગોની સફાઈ માટે વસવાયેલ જમ્બો સ્વીપર ત્રણેક સપ્તાહથી લોકાર્પણ માટે નેતાઓની તારીખો ન મળતાં શહેરની ધૂળ સાફ કરવાને બદલે જાતે ધૂળમાં પડી રહ્યું છે.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે
