વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨
બોટાદ જિલ્લાનાં પોલીસ ઓબ્ઝર્વરશ્રી તેમજ ખર્ચ ઓબ્ઝર્વરશ્રીનું આગમન
બોટાદ જિલ્લામાં પોલીસ ઓબ્ઝર્વર તરીકે શ્રી રાજશેખરા એન. તેમજ ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રી સંદીપ રાણાની નિમણૂંક
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા બોટાદ જિલ્લામાં પોલીસ ઓબ્ઝર્વર તરીકે શ્રી રાજશેખરા એન. (IPS) તેમજ ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રી સંદીપ રાણા(IRS)ની નિમણૂંક કરવામાં આવી છે. આ બન્ને ઓબ્ઝર્વરશ્રીઓનું બોટાદ જિલ્લામાં આગમન થઈ ગયું છે.
વિધાનસભાની આ સામાન્ય ચૂંટણી અન્વયે બોટાદ જિલ્લાનાં કોઈ વ્યક્તિએ ચૂંટણી ખર્ચ સંબંધિત કોઈ રજૂઆત કરવી હોય તો ખર્ચ ઓબ્ઝર્વરશ્રી સંદીપ રાણાને તેમના મો. નં. ૮૩૪૭૬ ૭૫૩૨૦ પર રજૂઆત કરી શકશે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિએ રજૂઆત માટે રૂબરૂ મળવું હોય તો બોટાદનાં પાળિયાદ રોડ સ્થિત સર્કીટ હાઉસ ખાતે સવારે ૯-૦૦ થી ૧૦-૦૦ દરમિયાન ઓબ્ઝર્વરશ્રીને મળી શકાશે.
તેવી જ રીતે બોટાદ જિલ્લાનાં કોઈ વ્યક્તિએ ચૂંટણી સંબંધિત કોઈ રજૂઆત કરવી હોય તો આ વિસ્તારનાં પોલીસ ઓબ્ઝર્વરશ્રી રાજશેખરા એન.ને તેમનાં મો.નં. ૯૦૧૬૧ ૪૦૦૪૨ પર રજૂઆત કરી શકશે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિએ રજૂઆત માટે રૂબરૂ મળવું હોય તો બોટાદ સર્કીટ હાઉસ ખાતે સવારે ૯-૦૦ થી ૧૦-૦૦ દરમિયાન તેઓ પોલીસ ઓબ્ઝર્વરશ્રીને મળી શકશે. તેમ બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહની યાદીમાં જણાવાયું છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.