જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ આવનાર વિજેતા સ્પર્ધકને રાજ્યકક્ષાએ ભાગ લેવાનો અવસર
અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત બોટાદમાં જિલ્લાકક્ષાની વકતૃત્વ, નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાનું આયોજન
જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ આવનાર વિજેતા સ્પર્ધકને રાજ્યકક્ષાએ ભાગ લેવાનો અવસર
ત્રણેય સ્પર્ધામાં પ્રથમ ૧૦ વિજેતા સ્પર્ધકોને સરકારશ્રીના ખર્ચે પોંડીચેરી ખાતેના શ્રી અરવિંદો આશ્રમની મુલાકાતે લઇ જવાશે
કમિશન યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, બોટાદ દ્વારા શ્રી અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત તેમના જીવન કવન પર આધારિત વકતૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું બે વિભાગમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ‘અ’ વિભાગમાં ૧૫થી ૧૯ વર્ષની વય ધરાવતા સ્પર્ધકો અને ‘બ' વિભાગમાં ૧૯થી ૩૫ વર્ષની વય ધરાવતા સ્પર્ધકો ભાગ લઇ શકશે. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ આવનાર વિજેતા સ્પર્ધકને રાજ્યકક્ષાએ ભાગ લેવાનો અવસર મળશે. રાજ્યકક્ષાની ત્રણેય સ્પર્ધામાં પ્રથમ ૧૦ વિજેતા સ્પર્ધકોને સરકારશ્રીના ખર્ચે પોંડીચેરી ખાતેના શ્રી અરવિંદો આશ્રમની મુલાકાતે લઇ જવામાં આવશે.
ઉક્ત સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા બોટાદ જિલ્લાના સ્પર્ધકો અરજી ફોર્મ https://dsobotad007.blogspot.com પરથી ડાઉનલોડ કરી શકશે. ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરીને આધારકાર્ડની નકલ સાથે જોડીને જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, A/S-13 જિલ્લા સેવા સદન, ખસ રોડ બોટાદ ખાતે તા.૧૨ જાન્યુઆરી ૨૦૨૩સુધી કચેરીના સમય દરમિયાન રૂબરૂ/ટપાલથી મોકલી આપવાનું રહેશે. વધુ માહિતી માટે જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી બોટાદનો સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, બોટાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Report, Nikunj Chauhan
7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.