શ્રી દામજીભાઈ એન્કરવાલાને શ્રદ્ધાંજલિ અર્પતા ડો.વલ્લભભાઈ કથીરિયા
શ્રી દામજીભાઈ એન્કરવાલાને શ્રદ્ધાંજલિ અર્પતા ડો.વલ્લભભાઈ કથીરિયા
કચ્છના સપૂત, સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સહિત અનેક સામાજીક સંસ્થાઓના રાહબર, જીવદયા પ્રેમી, નિરાભિમાની દાનવીર ઉદ્યોગપતિ શ્રી દામજીભાઈ એન્કરવાલા એ આપણી વચ્ચેથી કાયમી વિદાય લીધી છે. તેમના નિધનથી સમાજ, ગુજરાત અને ભારત વર્ષેને એક ઉમદા વ્યક્તિત્વની ખોટ સાલશે. "જાતસ્ય ધ્રુવો મૃત્યુ" અનુસાર મૃત્યુની નિશ્ચિત છે. પરંતુ દામજીભાઈ જેવું સર્વસ્પર્શી વ્યક્તિત્વ જ્યારે વિદાય લે ત્યારે, સ્વાભાવિકપણે શૂન્યતા અનુભવાય, ખોટ જણાય. શ્રી દામજીભાઈ સેવામૂર્તિ હતા. ભારત સરકારે તેમને યોગ્ય રીતે જ પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
શ્રી દામજીભાઈ એ સૌરાષ્ટ્રભૂમિ ટ્રસ્ટના ચેરમેન પદે રહી એક તટસ્થ, નિષ્પક્ષ, સત્યપ્રિય, નીતિ મતા મુક્ત પત્રકારિત્વને પોષણ આપ્યું હતું. તેમણે કચ્છ કે દેશમાં દુકાળ, ભૂકંપ, પૂર હોનારત કે અન્ય આકસ્મિક આપત્તિઓ વખતે વ્યક્તિગત અને સંસ્થાકીય રૂપે ખભે ખભા મિલાવીને હરહંમેશ વિશેષ યોગદાન આપ્યું છે. ગૌ - સેવા હોય, માનવસેવા હોય, જવાનોનો માટે ફંડ એકત્ર કરવાનું હોય કે ભૂકંપ પછી કચ્છને નવપલ્લવિત કરવાના દરેક કાર્યમાં શ્રી દામજીભાઈનું યોગદાન અવિસ્મરણીય રહેશે.
વ્યક્તિગત રીતે પણ મારે અનેકવાર મળવાનું થતું તેમની સહ્રદયતા સરળતા અને સાલસતા સર્વને સ્પર્શી જતી. તેમના અનુભવ અને જ્ઞાનનું ભથ્થું સૌ કોઈને મળતું. આવા એક નિસ્પૃહિ વિરલ વ્યક્તિત્વના ધની શ્રી દામજીભાઈનો પવિત્ર આત્મા મોક્ષ ગતિને પામે તેવી પ્રભુ પાર્થના. તેમના સેવા પરાયણતા, રાષ્ટ્રભક્તિ અને ધાર્મિકતાના રસ્તે ચાલીએ એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.