સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ની મુલાકાતે શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના અગ્રણી ઓ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tcosh64q7u343r9l/" left="-10"]

સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ની મુલાકાતે શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના અગ્રણી ઓ


સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ની મુલાકાતે શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના અગ્રણી ઓ

ભાવનગર ટીમ્બિ માનવસેવા ટ્રસ્ટ સંચાલિત સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ની મુલાકાતે પધારેલ દામનગર સાહિત્ય સંસ્થાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ ના પ્રમુખ સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા અને મંત્રી નટુભાઈ ભાતિયા નું સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી ચરિતામૃત થી સત્કાર સન્માન કરતા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બી એલ રાજપરા સાહેબ
દેશ ની એક માત્ર કેશ કાઉન્ટર વગર ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ દ્વારા તદ્દન વિના મૂલ્યે ઓપરેશન દવા સારવાર ભોજન સાથે અતિ અદ્યતન ટેકનોલોજી સાધનો સાથે ૩૫ રેસિડેન્ટ તબીબો સાથે મેડિકલ એક્સરે લેબોટરી સહિત ના ૧૭૦ જેટલા નિષ્ણાંત કર્મચારી સ્ટાફ ધરાવતી માનવ સેવા હોસ્પિટલ ના દરેક વિભાગો દ્વારા થતી સેવા ઓથી અવગત કરતા મેનેજિંગ ટ્રસ્ટી બી એલ રાજપરા સાહેબ દ્વારા પધારેલ મહેમાનો સાથે જણાવ્યું હતું કે હોસ્પિટલ માં દૈનિક હજારો દર્દી નારાયણો ઓપીડી ઓપરેશનો ભોજન પ્રસાદ સાથે વિવિધ નિષ્ણાંત તબીબો અને સ્ટાફ ની સમર્પણ ભાવ સેવા ઉપરાંત સરકાર ના એકપણ રૂપિયા ની આર્થિક સહાય વગર માત્ર ને માત્ર ઉદારદિલ દાતા શ્રીઓ ના સહયોગ થી ચાલતા આરોગ્ય ધામ ની અનેકો વિશેષતા ઓથી અવગત કર્યા હતા માનવસેવા ટ્રસ્ટ ની હોસ્પિટલ માં દર્દી નારાયણો સેવા માટે દેશ વિદેશ થી આવતા નિષ્ણાંત તબીબો દૂરસદુર થી અવિરત આવતા દર્દી નારાયણો માટે આશીર્વાદ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ માં દૈનિક હજારો દર્દી ને વિના મૂલ્યે દવા સારવાર ઓપરેશનો માટે કરોડો નો ખર્ચ કરી માનવતા નું અદભુત ઉદરણ માનવ સેવા એજ માધવ સેવા ને મૂર્તિમંત્ર બનાવી દર્દી દેવો ભવ સાથે સમગ્ર વિસ્તાર માટે આશીર્વાદ રૂપ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ માં પ્રવેશતાજ ઈશ્વર ની સ્વંયમ હાજરી નો ભાસ કરાવતી માનવ સેવા થઈ રહી છે સામાન્ય દર્દ થી લઈ અતિ જટિલ પ્રકાર ના ગંભીર ઓપરેશનો દવા સારવાર કરતી હોસ્પિટલ ની સેવા નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરાય હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]