ખરા અર્થમાં ગ્રીન એનર્જી અને ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ગ્રીન ઇકોનોમીને પ્રોત્સાહિત - At This Time

ખરા અર્થમાં ગ્રીન એનર્જી અને ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ગ્રીન ઇકોનોમીને પ્રોત્સાહિત


ખરા અર્થમાં ગ્રીન એનર્જી અને ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ગ્રીન ઇકોનોમીને પ્રોત્સાહિત કરતાં બજેટ માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને વિત્ત મંત્રીશ્રી નિર્મલા સીતારામન ને અભિનંદન પાઠવતા ડો.વલ્લભભાઈ કથીરિયા

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ શ્રી ડો. વલ્લભભાઈ કથીરિયાએ ભારત સરકારના 2023- 24 ના બજેટને ક્રાંતિકારી, દીર્ઘ દ્રષ્ટિ યુક્ત અને ભારત વર્ષના અમૃતકાળ દરમ્યાન વિશ્વની આર્થિક મહાસત્તા બનાવવાના પ્રયાસરુપ ગણાવી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનને અભિનંદન પાઠવ્યા છે.આ બજેટ MSME ઉદ્યોગોને પ્રોત્સાહન આપી Make In India Concept ને સાકાર કરવાની સાથે વિશ્વના અનેક દેશોમાં Export માર્કેટ વધારી ભારતને સમૃદ્ધિ કરવાની દિશાનું સુયોગ્ય માળખું તૈયાર કરવામાં અતિ મદદરૂપ થશે. કૃષિ અને પશુપાલન તેમજ ઓર્ગેનિક ફાર્મિંગ, ગૌ સંવર્ધન યોજના દ્વારા બાયો સી.એન.જી અને હાઇડ્રોજન પાવર દ્વારા બજેટ ફાળવી કૃષિ ઉત્પાદન, માર્કેટ અને પર્યાવરણ રક્ષા તેમજ લોકોની આરોગ્ય રક્ષામાં મોટું યોગદાન આપશે.આરોગ્ય ક્ષેત્રે મેડિકલ ટુરીઝમ, નવી મેડિકલ કોલેજો, સંલગ્ન નર્સિંગ કોલેજો અને હોસ્પિટલો તેમજ એઈમ્સ, જિલ્લા હોસ્પિટલો અને ગ્રામ્ય સ્તરે "વેલનેસ સેન્ટર"ની શૃંખલા દ્વારા લોકોને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ મળી રહે તે માટે આરોગ્ય બજેટમાં અનેક ગણો વધારો કરાયો છે.PM આવાસ યોજના દ્વારા ગરીબોને ઘરનું ઘર, મહિલા ઉત્કર્ષ, નારી સશક્તિને પ્રોત્સાહન, સિનિયર સિટીઝન તેમજ નોકરીયાત વર્ગની સુવિધાઓ માટે બજેટ ફાળવવા માટે પ્રધાનમંત્રી અભિનંદન ને પાત્ર છે.દેશના સર્વાગીણ વિકાસને ધ્યાને રાખી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલ્વે, રોડ, ખેતી, ઉદ્યોગ, પ્રવાસન તેમજ ગરીબ, આદિવાસી આમ સર્વ સ્પર્શી, સર્વ ક્ષેત્રીય અને સર્વ સમાવેશક બજેટ દ્વારા ભારત વર્ષને 21મી સદીના સુખી, સંપન્ન, સુવિદ્યા યુક્ત સ્વસ્થ, સુરક્ષિત, સ્વાભિમાની, શિક્ષિત, સ્વદેશી, સમરસ, સાંસ્કૃતિક અને સંસ્કારી સમાજની દિશામાં મહત્વના કદમ તરીકે આ બજેટને ડો. કથીરિયાએ સહર્ષ આવકાર્યું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon