વિસાવદરના ચિતલીયા પરિવારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજનમુખ્ય વક્તા પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધે - At This Time

વિસાવદરના ચિતલીયા પરિવારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજનમુખ્ય વક્તા પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધે


વિસાવદરના ચિતલીયા પરિવારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજનમુખ્ય વક્તા પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધે.વિસાવદરના ચિતલીયા પરિવાર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના નિર્મળ યસ નું ગાન કરતી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે આ કથા નો પ્રારંભ વૈશાખ સુદ ૧ ને સોમવાર તા.૨૮/૪/૨૫ ના રોજ પ્રારંભ થશે અને કથા વિરામ તા.૪/૫/૨૫ને વૈશાખસુદ ૭ને રવિવારના દિવસે કથા વિરામ કરવામાં આવશે આ ભાગવત સપ્તાહના નિમંત્રક તરીકે નરેન્દ્રભાઈ કાંતિભાઈ ચિતલીયા મુંબઈ યોગેશભાઈ કાંતિભાઈ ચીતલીયા જુનાગઢ તથા પ્રતિકભાઈ નરેન્દ્રભાઈ ચિતલીયા મુંબઈ વિશાલભાઈ પ્રતિકભાઈ ચિતલીયા મુંબઈ અને ધ્રુમિલ યોગેશભાઈ જુનાગઢ તથા સમસ્ત ચીતલીયા પરિવાર વિસાવદર દ્વારા આ સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે આ ભાગવત સપ્તાહનું કથા સ્થળ શ્રીસ્વામિનારાયણ ગુરુકુળની પાછળનું ગ્રાઉન્ડ વિશ્વંભરી સ્કૂલ પાસે રાખવામાં આવેલ છે અને જેમાં વક્તા પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધે દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે.જેમાં જુદા જુદા પાવન પ્રસંગો કરવામાં આવશે જેમાં પોથીયાત્રા ૨૮ ને સોમવારે બપોરે ૩-૦૦કલાકે જલારામ મંદિર ડાક બંગલા પ્લોટ ખાતેથી કરવામાં આવશે તથા આ કથા નો પ્રારંભ ૨૮ને સોમવાર સાંજે ૫-૦૦ કલાકે કરવામાં આવશે જેમાં નંદ મહોત્સવ ૧લી મે ને ગુરુવારના રોજ તથા રૂક્ષ્મણી વિવાહ તારીખ ૩જી મેં ને શનિવારના રોજ કરવામાં આવશે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાસ ગરબા સાથે ભક્તિ સંગીત ૨૯ એપ્રિલને મંગળવારે રાત્રે ૯-૩૦ કલાકે કરવામાં આવશે તથા શ્રીનાથજીની ઝાંખી અષ્ટમ સમાની શ્રી નિધીબેન ધોળકિયા તથા કલાવૃંદના સથવારે તારીખ ૩૦ ને બુધવારના રાત્રે ૯-૩૦ કલાકે કરવામાં આવશે તથા લોક ડાયરો તારીખ ૧લી મેં ને ગુરુવારે રાત્રે ૯-૩૦ કલાકે કલાકાર ગોપાલ સાધુ અને વાઘજીભાઈ રબારી દ્વારા કરવામાં આવશે તથા લોકસાહિત્ય ૨જી મેએ શુક્રવારે રાત્રે ૯-૩૦ કલાકે કલાકાર વિક્રમભાઈ માલધારી અને નીતિનભાઈ બારોટ દ્વારા લોક સાહિત્ય પીરસવામાં આવશે અને લોકવાણી ૩જી મેં એ શનિવારે રાત્રે ૯-૩૦ કલાકે કલાકાર કેતન ગઢવી તથા સાથી કલાકારો દ્વારા કરવામાં આવશે આ કથા વિરામ તા.૪/૫/૨૫ને રવિવાર બપોરે ૧૨ કલાકે રાખવામાં આવેલ છે આ કથાનો સમય બપોરના ૩-૦૦થી સાંજે ૭-૩૦ સુધી રાખવામાં આવેલ છે અને દરરોજ કથા દરમિયાન સાંજે ૭-૦૦ કલાકે પ્રસાદ આપવામાં આવશે આ સમગ્ર સપ્તાહ દરમ્યાન સંતો મહંતો ઉપસ્થિત રહેશે જેમાં પૂજ્ય મુક્તાનંદ બાપુ કરસનદાસ બાપુ સુરેશ બાપા ભુવાજી વિજયબાપુ ,આનંદ સ્વરૂપ સ્વામી,ગોવિંદ બાપુ, શક્તિદાસ બાપુ, મહામંડલેશ્વર 1008 શ્રી નીલમ કુંવરબા,આઈ શ્રી રૂપલમાં પરમ પૂજ્ય ભક્તિરામ બાપુ ,પરમ પૂજ્ય આનંદગીરી બાપુ, અને જીન શેખર સાગર મહારાજ સાહેબ ખંભાળિયા વાળા ઉપસ્થિત રહેશે આ કથાનો બહોળી સંખ્યામાં લાભ લેવા ચિતલીયા પરિવાર વતી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવી રહીયુ છે.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image