સમી તાલુકાના રાણાવાડા માં મહાસંમેલન યોજાયું. - At This Time

સમી તાલુકાના રાણાવાડા માં મહાસંમેલન યોજાયું.


સમી:આજરોજ સમી તાલુકાના રાણાવાડા ગામે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર અને લવિંગજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને સંમેલન યોજાયું હતું. આવનાર વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક વ્યક્તિને ટિકિટ મળે તે માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સમી રાધનપુર સાંતલપુર તાલુકાના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાણાવાડા ગામે અલ્પેશ ઠાકોર ના વિરોધમાં બંને પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોરે જણાવ્યું હતું કે આ વખતે સ્થાનિક વ્યક્તિ ને જ ટિકિટ મળે નહિ તો પાર્ટી ને હારનો સામનો કરવો પડશે."જીતશે સ્થાનિક હારસે બહાર નો"તેવાં બેનરો પણ લાગ્યાં છે.
આ પ્રસંગે પુર્વ ધારાસભ્ય ભાવસિંહજી રાઠોડ ના પુત્રી નીરૂબેન રાઠોડ,પાટણ જિલ્લા પંચાયત ના શાસક પક્ષ નાં નેતા બાબુજી ઠાકોર, લેબાજી ઠાકોર, રાધનપુર તાલુકાના પૂર્વ પ્રમુખ રામાભાઈ આહીર તેમજ તમામ સમાજ ના લોકો હાજર રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image