બરવાળા તાલુકા કક્ષાનો કલા ઉત્સવ બી.આર.સી ભવન બરવાળા ખાતે ભવ્ય રીતે સંપન્ન થયો - At This Time

બરવાળા તાલુકા કક્ષાનો કલા ઉત્સવ બી.આર.સી ભવન બરવાળા ખાતે ભવ્ય રીતે સંપન્ન થયો


એક ઉત્તમ વ્યકિતત્વ અને બી.આર.સી શ્રી અનિરુદ્ધસિંહ ડોડિયાના કુશળ અને કુનેહ ભર્યા આયોજન અને ટીમ બરવાળાના સહિયારા પુરુષાર્થથી અત્યાર સુધીનો શ્રેષ્ઠ કલા ઉત્સવ સાકારિત થયો રસ,રુચી, ઉત્સાહ સાથે શ્રેષ્ઠ રીતે કામ કરવાની વૃતી થકી આ વખતે ખરા અર્થમાં કલા ઉત્સવ મેઘધનુષી બની રહ્યો ડાયટ ભાવનગરના લેક્ચર શ્રી ચુડાસમા સાહેબ,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશભાઈ ચાવડા,કેળવણી નિરીક્ષક કલ્પેશભાઈ, ત્રણેય કલસ્ટરના સી.આર.સી.શ્રી મહેશભાઈ રુપેલિયા ,પ્રદીપભાઈ જયપાલસિંહ,બારડજી,પંડ્યાજી સૌનું આત્મિક જોડાણ અનિરુદ્ધસિહના સાદગીપૂર્ણ વ્યવહાર સાથે દીપી ઊઠ્યું ફરી તાલુકાના કલા ઉત્સવમા ચાચરિયા પ્રાથમિક શાળાનો અજવાસ યથાવત કાવ્યમાં વિક્રમ સંજયભાઈ પ્રથમ વાદન સ્પર્ધામાં લીંબડિયા રોહિત પ્રથમ ચિત્ર સ્પર્ધામા છત્રજીત ધાધલ ત્રીજો નંબર તો ઘર ઘર તિરંગા યાત્રા અંતર્ગત સ્પર્ધામાં લીંબડિયા દિશા મનસુખભાઈ પ્રથમ તો ઊભરતી પ્રતિભા તરીકે સૂર્યદીપનુ પ્રેરક કાવ્ય પઠન સૌને આનંદ પમાડી ગયું બરવાળા તાલુકાનું કલાનું ઘરેણું અને અતિથિ વિશેષ એવાં હિંમતભાઈ ગોહિલના મધુર કંઠે સૌને ઘેલું લગાડ્યું એક એકથી ચડિયાતી રચનાઓના સૂરો એવા રેલાયા કે કલા ઉત્સવનો એક અનોખો સમા બંધાયો એક પારદર્શક અને મોજ પમાડતો અવસર રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર વિતરણ અને ડાળ બાટીના સ્વાદ સાથે સંપન્ન થયો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.