સ્વ હાલારી સાહેબ ના સ્મરણાર્થે મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘ વડનગર નાં દિવ્યાંગ ભાઈ-બહેનોને મીઠાઈ ભેટ આપી
આમ તો જોવા જઈએ તો દિવાળી નજીક આવી રહી છે ત્યારે કેટલાક માનવી મીઠાઈ આપી ને દિવાળી માનવે છે લોકો નો આનંદ ઉલ્લાસ થી આ તહેવાર મનાવવા આવે છે તો આ વખતે પણ ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ગામ ખાતે મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘ ના દિવ્યાંગ ને મીઠાઈ નુ વિતરણ કરવામાં આવ્યું હતું
અંઘજનમંડળ વિસનગર ના માનદમંત્રી સ્વ હાલારી સાહેબ ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના સ્મરણાર્થે અને દિપાવલી પર્વ પ્રસંગે વિશિષ્ટ શિક્ષક અને આધ્યાત્મિક ની જ્યોત જગાવનાર તથા રાજય સરકાર દ્વારા એવોર્ડ મેળવનાર તેવા મહામાનવ એટલે કાદરભાઈ મનસુરી તરફ થી વડનગર મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘ ના દિવ્યાંગ ભાઈ-બહેનોને મીઠાઈ અર્પણ કરવામાં આવી આ પ્રસંગે મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘ ના મંત્રી હિતેશભાઈ ખત્રી, રાજેશભાઈ ઠાકોર, સુરેશભાઈ મોદી, મયુરભાઈ બારોટ ,જીગરભાઈ પટેલ, નીતાબેન પ્રજાપતિ, બેબીબેન મોદી, આશા બેન પરમાર, મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘ ના સભ્યો હાજર રહ્યા હતા અને સ્વર્ગસ્થ હલારી સાહેબ સેવાકાર્યોને બિરદાવી કોટિ કોટિ વંદનની લાગણી વ્યક્ત કરી હતી અને તેમના શિષ્યો અને અંધજન મંડળ ના વિશિષ્ટ શિક્ષક કાદરભાઈ મનસુરી નો આ મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘ ના મંત્રી અને સભ્યો એ અંતર મન થી આભાર માન્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.