રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા બરવાળા ખાતે ધિક્કાર રેલી યોજી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ.
બોટાદ જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા બરવાળા શહેરના ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતેથી ફૂલહાર કરી ધિક્કાર રેલી યોજવામાં આવી હતી જેમાં બોટાદ જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લા પ્રમુખ કીર્તિભાઈ ચાવડા સહિતના મોટી સંખ્યામાં બોટાદ જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ધિક્કાર રેલી યોજી હતી જે રેલી બરવાળા મામલતદાર કચેરી સુધી યોજવામાં આવી હતી ત્યારબાદ બરવાળા મામલતદાર અને નાયબ કલેકટર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી હતી જેમાં ઉના આંદોલન, થાનગઢ હત્યા, ભાનુભાઇ વણકર આત્મવિલોપન કે 2 એપ્રિલ ના રોજ કરવામાં આવેલ આંદોલન વખતે થયેલા કેસો પરત ખેંચવામાં આવે, બિલકીશ બાનુના બળાત્કારીઓને ફૂલ માળા અને આંદોલન કરનારાને જેલ ની સજા , યુનિવર્સિટીનું નામ આંબેડકર રાખવા માટે વિજય ચાર રસ્તા રોકવા માટે થયેલા કેસમાં જિગ્નેશ મેવાણી સહિત 20 યુવાનોને 6માસની સજા તેમજ દંડ તથા જિગ્નેશ મેવાણીને વારંવાર વિધાનસભા માં ગરીબો કે વંચિતો ના પ્રશ્નો વિશે બોલવા દેવા માં આવતા નથી અને સસ્પેન્ડ કરવામાં આવે છે તો આ બાબતે રજુઆત રાજ્યપાલ સુધી પહોંચાડવા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ધિક્કાર રેલી યોજી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.