લુણાવાડા પોલીસ મથકના પોકસોના ગુનાના આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કોર્ટે કર્યો - At This Time

લુણાવાડા પોલીસ મથકના પોકસોના ગુનાના આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કોર્ટે કર્યો


લુણાવાડા પોલીસ મથકે ભોઈવાડા વિસ્તારના ઈસમ દ્વારા ૧૪ વર્ષીય સગીરાનું અપહરણ કરી યોનશોષણ કરવાનો ગુનો આચરેલ હતો. આ ગુનો કોર્ટમાં ચાલતાં આજરોજ મહિસાગર એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીએ પોકસો હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી.

લુણાવાડાના ભોઈવાડા વિસ્તારમાં રહેતા આરોપી મિતેષભાઈ અમરતભાઈ રાવળ દ્વારા એક વર્ષ અગાઉ ૧૪ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી અપહરણ કરી યોનશોષણ કરવાના ઈરાદે ગુનો
આચરેલ હોય તે બાબતે લુણાવાડા પોલીસ મથકે પોસ્કો હેઠળનો ગુનો મહિસાગર એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો કેસ શરૂ થયો હતો. આરોપી વિરૂદ્ધ કેસ ચાલી જતાં સરકારી વકીલ જયવીરસિંહ સોલંકીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી સ્પે.પોકસો જજ મમતાબેન એમ.પટેલ દ્વારા આવા ગુન્હાઓ અટકાવવા માટે અને સમાજમાં દાખલો બેસે તેવા ચુકાદો આપતા આરોપી મિતેશભાઈ અમરતભાઈ રાવળને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો સાથે કોર્ટ દ્વારા કાનુની સેવા સત્તા મંડળ મહિસાગરને ભોગ બનનારને ૩ લાખનું વળતર ચુકવવાનો આદેશ આપ્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon